Not Set/ IPL 2019: કોલકાતાને હરાવીને ટોચ પર પહોંચ્યું ચેન્નાઇ, 7 વિકેટથી મેચ જીતી

દીપક ચાહરની (3 વિકેટ) ઘાતક બોલિંગ અને ફાફ ડુ પ્લેસીસ (43) ની આક્રમક પારીના સહારે ચેન્નાઇએ મંગળવારે ઇન્ડિયન ટી-20 લીગના 23મા મુકાબલામાં કોલકાતાને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીતની સાથે જ કેપ્ટન કૂલ ધોનીની ટીમ પોઇન્ટ ટેબલમાં 10 અંક સાથે ટોચ પર પહોંચી ચૂકી છે. જ્યારે કોલકાતા આ હાર બાદ 8 અંક સાથે બીજા ક્રમાંકે […]

Uncategorized
Faf du plesis IPL 2019: કોલકાતાને હરાવીને ટોચ પર પહોંચ્યું ચેન્નાઇ, 7 વિકેટથી મેચ જીતી

દીપક ચાહરની (3 વિકેટ) ઘાતક બોલિંગ અને ફાફ ડુ પ્લેસીસ (43) ની આક્રમક પારીના સહારે ચેન્નાઇએ મંગળવારે ઇન્ડિયન ટી-20 લીગના 23મા મુકાબલામાં કોલકાતાને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીતની સાથે જ કેપ્ટન કૂલ ધોનીની ટીમ પોઇન્ટ ટેબલમાં 10 અંક સાથે ટોચ પર પહોંચી ચૂકી છે. જ્યારે કોલકાતા આ હાર બાદ 8 અંક સાથે બીજા ક્રમાંકે છે. આ સીઝનમાં ચેન્નાઇની આ પાંચમી જીત છે.

ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં કોલકાતાએ ટોસ હારીને પહેલા બેટિંગ કરતા 9 વિકેટના નુકસાન પર 108 રન બનાવ્યા હતા. આ લક્ષ્યનો પીછો કરતા ચેન્નાઇએ 3 વિકેટ ગુમાવીને 16 બોલ બાકી હતા ત્યાં જ આ મેચ 7 વિકેટથી પોતાના નામે કરીને વિજયરથને આગળ ધપાવ્યો હતો. ફાફની સાથે જાધવ 8 રન બનાવીને અણનમ રહ્યા હતા. ઘાતક બોલિંગ માટે દીપક ચાહરને મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો. ચાહરે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ ખેરવી હતી.

તે પહેલા કોલકાતાના 109 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઇની શરૂઆત મજબૂત રહી હતી, જો કે ત્રીજી ઓવરમાં ચેન્નાઇને શેન વોટ્સન 17 રન બનાવીને પેવેલિયન ભેગા થયા હતા. ત્યારબાદ બેટિંગ કરવા આવેલા સુરેશ રૈનાને સુનીલ નરેને 4.6 ઓવરમાં ચાવલાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

ત્યારબાદ 14.4 ઓવરમાં પીયૂષ ચાવલાએ કોલકાતાને અંબાતી રાયડૂના રૂપમાં ત્રીજી સફળતા અપાવી. ત્રીજી વિકેટ માટે રાયુડૂ અને ફાફ વચ્ચે 46 રનની ભાગીદારી થઇ હતી.

 કોલકાતાની પારી

આ પહેલા આંદ્રે રસેલની (50) ધુવાંધાર અર્ધશતક પારીના સહારે કોલકાતાએ ચેન્નાઇની સામે 109 રનનો લક્ષ્ય રાખ્યો હતો. ટોસ હારીને પહેલી બેટિંગ કરનારી કોલકાતાએ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 108 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી રસેલ સિવાય કોઇપણ બેટ્સમેન વધુ સમય સુધી પીચ પર ટકી રહેવામાં નિષ્ફળ નિવડ્યો હતો. રસેલે 44 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અર્ધશતક પારી રમી હતી.

બંને ટીમ

કોલકાતા નાઈટ રાઇડર્સ: ક્રિસ લિન, સુનિલ નારાયણ, રોબિન ઉથપ્પા, નીતીશ રાણા, દિનેશ કાર્તિક, શુભમન ગિલ, આન્દ્રે રસેલ, પિયુષ ચાવલા, કુલદીપ યાદવ, હેરી ગર્ની અને પ્રસિદ્ધ કૃષ્ણ

ચેન્નાઇ સુપરકિંગ્સ : શેન વોટ્સન, ફેફ ડુ પ્લેસીસ, સુરેશ રૈના, અંબાતી રાયુડુ, એમએસ ધોની, કેદાર જાધવ , રવિન્દ્ર જાડેજા, સ્કોટ કુંગલિયન, દિપક ચહર, હરભજનસિંહ અને ઇમરાન તાહિર