Not Set/ PM મોદીની અધ્યક્ષતામાં થઇ કેબિનેટ બેઠક, લેવાયો મોટો નિર્ણય, ખેડૂતોને તેમના પાકની મળશે યોગ્ય કિંમત

દેશમાં કોરોનાવાયરસ વચ્ચે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, નીતિન ગડકરી અને નરેન્દ્રસિંહ તોમરે બેઠકમાં લીધેલા નિર્ણય અંગે માહિતી આપી હતી. પ્રકાશ જાવડેકરે કહ્યું કે, એમએસએમઇ એ ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. તેમણે કહ્યું કે, એમએસએમઇને પૂરતા નાણાં આપવામાં આવ્યા છે અને તેમને લોન આપવા માટે ઘણી યોજનાઓ બનાવવામાં […]

India
6b350ef794453bd91f6a487ac1a6d8ac 1 PM મોદીની અધ્યક્ષતામાં થઇ કેબિનેટ બેઠક, લેવાયો મોટો નિર્ણય, ખેડૂતોને તેમના પાકની મળશે યોગ્ય કિંમત

દેશમાં કોરોનાવાયરસ વચ્ચે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, નીતિન ગડકરી અને નરેન્દ્રસિંહ તોમરે બેઠકમાં લીધેલા નિર્ણય અંગે માહિતી આપી હતી. પ્રકાશ જાવડેકરે કહ્યું કે, એમએસએમઇ એ ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. તેમણે કહ્યું કે, એમએસએમઇને પૂરતા નાણાં આપવામાં આવ્યા છે અને તેમને લોન આપવા માટે ઘણી યોજનાઓ બનાવવામાં આવી છે. જાવડેકરે કહ્યું કે હવે નાના અને મધ્યમ ઉદ્યોગોને શેર બજારમાં સૂચિબદ્ધ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, એમએસએમઇમાં નવી નોકરી આવશે. જાવડેકરે જણાવ્યું હતું કે, આજે ખેડૂતો માટે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. ખેડૂતોનાં પાકનાં લઘુતમ ટેકાનાં ભાવ કુલ ખર્ચનાં દોઢ ગણા રાખવામાં આવશે. આ સાથે સરકારે 14 ખરીફ પાકનાં લઘુત્તમ ટેકાનાં ભાવને 50 થી વધારીને 83% કરી દીધા છે. જાવડેકરે કહ્યું કે, કેબિનેટનાં નિર્ણયથી દેશનાં કરોડો ખેડૂતોને ફાયદો થશે. તેમણે કહ્યું હતું કે હવે ખેડૂતો તેઓનાં પાકને જ્યાં ઇચ્છે ત્યાં વેચાણ કરી શકશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકાર ગરીબો પ્રત્યે સંવેદનશીલ છે.

વળી કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમારે જણાવ્યું હતું કે, કૃષિ અને સંલગ્ન કામ માટે 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોનની ચુકવણીની તારીખ 31 ઓગસ્ટ 2020 સુધી લંબાવી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે સ્વામિનાથન અય્યરની ભલામણને પીએમ મોદીનાં નેતૃત્વમાં સ્વીકારવામાં આવી હતી અને લાગુ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગે 14 પાકની ભલામણ કરી હતી, જેને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.