Not Set/ PM મોદીની ગુજરાત મુલાકાતને જોતા આપના મહિલા અધ્યક્ષ વંદના પટેલની અડધી રાતે અટકાયત

અમદાવાદઃ ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતને જતા આમ આદમી પાર્ટીના મહિલા અધ્યક્ષ વંદના પટેલની ગુજરાત પોલીસ દ્વારા વહેલી સવારે અટકાયત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના ગુજરાતમાં વધતા જતા કદને જોતા આ પગલુ ભરવામાં આવ્યો હોવાનું માનવામા આવી રહ્યુ છે. એક બાજી મહિલા દિવસ પર મહિલાઓનું સમ્માન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવ્યા છે. […]

Uncategorized
WhatsApp Image 2017 03 07 at 8.54.11 AM PM મોદીની ગુજરાત મુલાકાતને જોતા આપના મહિલા અધ્યક્ષ વંદના પટેલની અડધી રાતે અટકાયત

અમદાવાદઃ ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતને જતા આમ આદમી પાર્ટીના મહિલા અધ્યક્ષ વંદના પટેલની ગુજરાત પોલીસ દ્વારા વહેલી સવારે અટકાયત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના ગુજરાતમાં વધતા જતા કદને જોતા આ પગલુ ભરવામાં આવ્યો હોવાનું માનવામા આવી રહ્યુ છે. એક બાજી મહિલા દિવસ પર મહિલાઓનું સમ્માન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવ્યા છે. અને બીજી તરફ રાજ્યની બીજેપી સરકાર દ્વારા મહિલાથી ડરીને તેની સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇની વિરુદ્ધ જઇને અટકાયત કરે છે.

આપના મહિલા અધ્યક્ષ વંદનાબેન પટેલને 7 માર્ચની વહેલી સવારે તેમના ઘરેથી મહિલા પોલીસનાકાફલા સાથે તેમના ઘરે પહોચીને તેમની અટાયત કરવામાં આવી હતી.

સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ મહિલાને સાંજના 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં ઘરમાં ઘુસીને તેમના ધરપકડ કે અટકાયત કરી શક્તા નથી.

આપના રાષ્ટ્રીય નેતા આશુતોષે  ટ્વીટ કરીને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું હતું કે, અમિત શાહની આપથી ડરી ગયા છે. ગુજરાત પોલીસ ફક્ત આપના કાર્યકર્તાની જ અટકાયત કરી રહ્યા છે. તે કૉંગ્રેસના કેમ અડી પણ નથી શક્તા?