Not Set/ PM મોદી આજે 7 રાજ્યોનાં મુખ્યમંત્રી સાથે Covid-19 ને લઇને કરશે વર્ચુઅલ ચર્ચા

  વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. આ તે સાત રાજ્યો છે જ્યાંથી કોરોના વાયરસનાં મહત્તમ કેસ આવી રહ્યા છે. મીટિંગ એવા સમયે યોજવામાં આવી રહી છે જ્યારે અનલોક 4 પણ થોડા દિવસોમાં સમાપ્ત થવા જઈ રહ્યુ છે. અનલોક કરવાનો છેલ્લો તબક્કો 30 સપ્ટેમ્બરનાં રોજ સમાપ્ત થાય છે. લોકડાઉનની જાહેરાત […]

Uncategorized
551b3c2e641f1a6069557125437c7709 1 PM મોદી આજે 7 રાજ્યોનાં મુખ્યમંત્રી સાથે Covid-19 ને લઇને કરશે વર્ચુઅલ ચર્ચા

 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. આ તે સાત રાજ્યો છે જ્યાંથી કોરોના વાયરસનાં મહત્તમ કેસ આવી રહ્યા છે. મીટિંગ એવા સમયે યોજવામાં આવી રહી છે જ્યારે અનલોક 4 પણ થોડા દિવસોમાં સમાપ્ત થવા જઈ રહ્યુ છે. અનલોક કરવાનો છેલ્લો તબક્કો 30 સપ્ટેમ્બરનાં રોજ સમાપ્ત થાય છે. લોકડાઉનની જાહેરાત પ્રથમવાર 25 માર્ચે થઈ હતી, જ્યારે કોરોના વાયરસનો રોગચાળો શરૂ થયો હતો. ત્યારબાદ, વડા પ્રધાન મોદીએ કોવિડ-19 ની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે ઘણી વખત મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી છે.

બુધવારે યોજાનારી બેઠકમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, દિલ્હી અને પંજાબનાં મુખ્યમંત્રી ભાગ લેશે. દેશમાં નોંધાયેલા કોરોના વાયરસનાં કેસમાંથી, 63 ટકા આ રાજ્યોમાંથી આવ્યા છે. મહારાષ્ટ્ર, પંજાબ અને દિલ્હીમાં મૃત્યુ દર ઓછામાં ઓછો 2 ટકા રહ્યો છે. આ રાજ્યોમાં કોરોના વાયરસનાં તાજેતરનાં કેસોમાં ઝડપથી વધારો થયો છે.

રાજ્ય સરકારોનાં સહાય, સર્વેલન્સ, ટેસ્ટિંગ અને કુશળ ક્લિનિકલ મેનેજમેન્ટ માટે કેન્દ્ર તેની ટીમો રાજ્યોમાં મોકલી રહ્યું છે. તાજેતરમાં જમ્મુ કાશ્મીર માટે એક ટીમ મોકલવામાં આવી છે. આ સિવાય કેન્દ્ર-દિલ્હી સરકારની સંયુક્ત ટીમ પણ દિલ્હીની કોવિડ-19 ની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. બેઠકમાં જોવા મળશે કે આ સાત રાજ્યોને આ સમયે કેન્દ્રનાં માર્ગદર્શનની જરૂર છે કે કેમ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.