Not Set/ PM મોદી રાષ્ટ્રપતિ ચુંટણી અંગે ૧૬ જુલાઈના એનડીએના સાંસદોને સંબોધશે

PM મોદી રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાન પૂર્વે ૧૬ જુલાઈના રોજ એનડીએના સાંસદોની બેઠકને સંબોધશે. આ બેઠકમાં એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદ પણ હાજર રહેશે. રાષ્ટ્રપતિ પદની ચુંટણીના પગલે રામનાથ કોવિંદ હાલ અલગ અલગ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે. જે અંતર્ગત તેવો મંગળવારે ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેમની સાથે ભાજપ પ્રમુખ અમિત શાહ પણ હાજર રહેશે. […]

Uncategorized
modiji mantavya news PM મોદી રાષ્ટ્રપતિ ચુંટણી અંગે ૧૬ જુલાઈના એનડીએના સાંસદોને સંબોધશે

PM મોદી રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાન પૂર્વે ૧૬ જુલાઈના રોજ એનડીએના સાંસદોની બેઠકને સંબોધશે. આ બેઠકમાં એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદ પણ હાજર રહેશે. રાષ્ટ્રપતિ પદની ચુંટણીના પગલે રામનાથ કોવિંદ હાલ અલગ અલગ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે. જે અંતર્ગત તેવો મંગળવારે ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેમની સાથે ભાજપ પ્રમુખ અમિત શાહ પણ હાજર રહેશે. ગુજરાતમાં ગાંધીનગર ખાતે તેવો ધારાસભ્યો સાથે આયોજિત બેઠકમાં હાજરી આપશે.રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાનના એક દિવસ પહેલા એનડીએ સાંસદ સાથે કોવિંદ પણ વાતચીત કરનાર છે. સંસદનું મોનસુન સત્ર ૧૭મી જુલાઈના દિવસથી શરૂ થઇ રહ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણીના દિવસે જ સંસદનું સત્ર શરૂ થઇ રહ્યું છે. બંને ગૃહને પ્રથમ દિવસે જ વર્તમાન સભ્યોના અવસાનના કારણે શ્રદ્ધાંજલિ બાદ મોકૂફ કરી દેવામાં આવશે. ભાજપ સંસદીય પાર્ટીની કારોબારીની બેઠક ૧૬મી જુલાઈના દિવસે મળનાર છે. એનડીએ નેતાઓની ત્યારબાદ બેઠક યોજાશે. સુત્રોએ કહ્યું છે કે પક્ષીય બેઠક એજ દિવસે યોજવામાં આવશે.