Not Set/ PM મોદી સરકાર 2.0નું એક વર્ષ : જાણો 9 મોટા નિર્ણયો જેના કારણે 135 કરોડ ભારતીયોનું ભવિષ્ય બદલાયું

દેશનાં નાગરિકોની શાંતિ, સલામતી, સુખાકારી અને સદભાવ માટે મોદી સરકાર ૨.૦એ પોતાના એક વર્ષનાં કાર્યકાળમાં અનેક ઐતિહાસિક પગલાંઓ ભર્યા  છે.  દેશનો ‘ઈતિહાસ’ અને ભારતની ‘ભૂગોળ’ બદલી નાખનાર કલમ ૩૭૦, રામમંદિર, સીએએ, ત્રણ તલાકથી લઈને ૨૦ લાખ કરોડ રૂપિયાનું આર્થિક રાહત પેકેજ સહિતનાં આ મુખ્ય ફેસલા મોદી સરકાર ૨.૦ની એક વર્ષની મુખ્ય કામગીરી જોઇ શકાય છે. ઉલ્લેખનીય છે કે, […]

India
da568a4978dfbff48fc37d5d122e9aac 1 PM મોદી સરકાર 2.0નું એક વર્ષ : જાણો 9 મોટા નિર્ણયો જેના કારણે 135 કરોડ ભારતીયોનું ભવિષ્ય બદલાયું

દેશનાં નાગરિકોની શાંતિ, સલામતી, સુખાકારી અને સદભાવ માટે મોદી સરકાર ૨.૦એ પોતાના એક વર્ષનાં કાર્યકાળમાં અનેક ઐતિહાસિક પગલાંઓ ભર્યા  છે.  દેશનો ‘ઈતિહાસ’ અને ભારતની ‘ભૂગોળ’ બદલી નાખનાર કલમ ૩૭૦, રામમંદિર, સીએએ, ત્રણ તલાકથી લઈને ૨૦ લાખ કરોડ રૂપિયાનું આર્થિક રાહત પેકેજ સહિતનાં આ મુખ્ય ફેસલા મોદી સરકાર ૨.૦ની એક વર્ષની મુખ્ય કામગીરી જોઇ શકાય છે. ઉલ્લેખનીય છે કે, કોઇ પણ સરકાર હોય કોઇને કોઇ રીતે વિરોધીઓ વિરોધ તો કરવાનાં જ હોય છે. પરંતુ પૂર્વે પણ સારી સરકારને સારી અને નબળી સરકારોને નબળી નક્કી કરવાનું કામ જનતાએ કર્યું હતુ અને ભવિષ્યમાં પણ કરશે. જાજા જ્જમેન્ટલ ન બનતા  આવો જોઇએ કે, મોદી સરકાર ૨.૦એ પોતાના એક વર્ષનાં કાર્યકાળમાં કેવા ઐતિહાસિક પગલાંઓ ભર્યા છે.  

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સંપૂર્ણ બહુમતીવાળી ભાજપ સરકારે કેન્દ્રમાં છ વર્ષ પૂર્ણ કરી લીધા છે. સૌ પ્રથમ મોદી સરકારે ૧૬ મી મે ૨૦૧૪નાં રોજ કેન્દ્રની સત્તા સંભાળી હતી જ્યારે બીજી વખત ૩૦મી મે ૨૦૧૯નાં રોજ કેન્દ્રની સત્તા સંભાળવાનું ફરી એક વખત શરૂ કર્યું હતું. આ રીતે મોદી સરકાર ૨.૦નાં એક વર્ષ સહિત બન્ને ટર્મ મુજબ કુલ ૬ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આવો જોઈએ મોદી સરકાર ૨.૦નાં એક વર્ષનાં મહત્વપૂર્ણ ૯ નિર્ણયો જેણે દેશની દશા-દિશા બદલી નાખી..

૧. જમ્મુ – કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ રદ્દ કરવામાં આવી :
મોદી સરકાર ૨.૦એ જંગી બહુમતી સાથે કેન્દ્ર સરકારમાં ફરી એક વખત આવીને સૌ પ્રથમ કાર્ય જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ રદ્દ કરવાનું કર્યું. અચાનક જ ૫ ઓગસ્ટના રોજ દુનિયાને ખબર પડી કે મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ નાબૂદ કરવામાં આવી છે અને સાથે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના રૂપમાં બે નવા કેન્દ્રશાસિત પ્રદેશોને જન્મ આપ્યો છે. જે ૭૦ વર્ષોમાં કોઈ ન કરી શક્યું એ મોદી સરકાર ૨.૦એ સત્તામાં આવી ૭૦ દિવસોમાં કરી નાખ્યું.

૨. ટ્રિપલ તલાક કાયદો :
૨૬ જુલાઈ ૨૦૧૯નાં રોજ સંસદે મુસ્લિમ મહિલા મેરેજ રાઈટ્સ પ્રોટેક્શન બિલ-૨૦૧૯ પસાર કર્યું અને ટ્રિપલ તલાક પ્રથા એ કાયદાકીય રીતે ગુનો બની ગયો. ત્રણ વખત તલાક બોલીને કે એસએમએમ-ઈમેઈલ મોકલીને લગ્ન તોડવા બદલ ૩ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી. મોદી સરકારે ત્રણ તલાકની પ્રથાને ગેરકાનૂની બનાવી બહુ મોટું કાર્ય કર્યું.

૩. આતંકવાદ વિરુદ્ધ UAPA એક્ટમાં સુધારો :
યુએપીએ એટલે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું નિવારણ (સુધારો) બિલ લોકસભા અને રાજ્યસભામાં ૨ ઓગસ્ટના રોજ પસાર થયું અને આ અંગેનો નવો કાયદો અમલમાં આવ્યો. કેન્દ્રની મોદી સરકાર ૨.૦એ આતંક વિરુદ્ધના યુદ્ધમાં આ એક મોટું પગલું ભર્યું છે. આ કાયદા મુજબ શંકાસ્પદ વ્યક્તિને આતંકવાદી જાહેર કરી શકાશે. આ ઉપરાંત મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન ઓલ આઉટ શરૂ કર્યું હતું. આ ઓપરેશન દ્વારા સરકાર આતંકવાદી સંગઠનોને કાબુમાં લાવવામાં સફળ રહી હતી.

૪. સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન :
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વતંત્રતા દિવસે દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પહેલ કરી હતી. આ અભિયાન ૨ ઓક્ટોબર ગાંધી જયંતીનાં દિવસથી શરૂ કરવા જણાવ્યું હતું. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી શકાય છે. હાલ આ પ્લાસ્ટિકનો આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

૫. ૧૦ સરકારી બેંકના મર્જરની ઘોષણા :
૩૦ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ મોદી સરકાર ૨.૦એ ૧૦ સરકારી બેંકને મર્જ કરી ૪ મોટી બેંક બનાવવાની ઘોષણા કરી. વર્ષ ૨૦૧૭માં ૨૭ સરકારી બેંકો હતી જેની સંખ્યા ઘટીને ૧૨ થઈ ગઈ. મોદી સરકારનાં આ નિર્ણયથી બેંકોને એક નવી ઉર્જા મળી.

૬. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ સ્થાપના :
ફેબ્રુઆરી મહિનામાં પ્રધાનમંત્રી મોદીએજી જણાવ્યું હતું કે, કેબિનેટની બેઠકમાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટને મંજૂરી આપવામાં આવી છે. આ ટ્રસ્ટનું નામ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર રહેશે. રામ મંદિરના નિર્માણ અને તે અંગેના નિર્ણયો લેવા માટે ટ્રસ્ટ સંપૂર્ણપણે સ્વતંત્ર રહેશે. સુપ્રીમ કોર્ટે ૯ નવેમ્બરે અયોધ્યા મુદ્દે ઐતિહાસિક ચૂકાદો આપ્યાના ૮૭ દિવસ બાદ મોદી સરકાર ૨.૦એ ટ્રસ્ટ સ્થાપનાની જાહેરાત કરી હતી.

૭.  ભારતીય નાગરિકતા સુધારણા કાયદો :
મોદી સરકાર ૨.૦ દ્વારા ભારતીય નાગરિકતા સુધારણા કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના સૂચિત સુધારાને લોકસભા અને રાજ્યસભામાં બહુમતીથી પસાર કરવામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિની સહી પછી સિટિઝનશીપ એમેન્ડમેન્ટ બિલ (સીએબી) કાયદો બની ગયો છે મતલબ કે, સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ). આ કાયદા મુજબ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના હિન્દુઓ તેમજ શીખ, બૌદ્ધ, જૈન, પારસીઓ અને ખ્રિસ્તીઓ માટે માન્ય દસ્તાવેજો વગર તેમને ભારતીય નાગરિકત્વ મળી જશે.

૮. નવો મોટર વાહન અધિનિયમ અને ફાસ્ટેગ :
નવો મોટર વાહન અધિનિયમનો કાયદો ૧ સપ્ટેમ્બર ૨૦૧૯નાં રોજ અમલમાં આવ્યો. ટ્રાફિકના નિયમોને તોડવા બદલ દંડની રકમમાં ૧૦ ગણો વધારો થયો અને સજાની અવધિમાં પણ વધારો થયો. આ ઉપરાંત ટોલ પ્લાઝા પર ટોલ કલેક્શન સિસ્ટમથી થતી સમસ્યાઓને હલ કરવા માટે ભારતના નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ ભારતમાં રજૂ કરવામાં આવી છે. વાહન વ્યવહાર ક્ષેત્રે નવો મોટર વાહન અધિનિયમ અને ફાસ્ટેગ મોદી સરકાર ૨.૦નાં મહત્વપૂર્ણ નિર્ણયો પૈકીનાં નિર્ણયોમાં સમાવેશ થાય છે.

૯. રૂપિયા ૨૦ લાખ કરોડ આર્થિક સહાય પેકેજ :
કોરોના વાયરસની મહામારીમાં દેશનાં અર્થતંત્રને મજબૂત-શક્તિશાળી બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦ લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ – આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી હતી. મોદી સરકાર ૨.૦ દ્વારા જાહેર કરવામાં આવેલુ આ પેકેજ પાકિસ્તાનની જીડીપીથી પણ વધારે છે ઉપરાંત ૧૪૯ દેશોની કુલ જીડીપી કરતાં પણ વધુ આ રાહત પેકેજ છે. જેમાં વિયેતનામ, પાર્ટુંગલ, ગ્રીસ, ન્યૂઝીલેન્ડ અને રોમાનિયા જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. આ સિવાય કોરોના વાયરસની વૈશ્વિક મહામારીનાં લીધે વંદે ભારત મિશન હેઠળ વિદેશોમાં વસતા ભારતીયોને વતન પહોચાડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….