ઉત્તરપ્રદેશ/ પ્રધાનમંત્રી દ્વારા અલીગઢમાં ડિફેન્સ કોરિડોર અને એમપી સિંહ યુનિવર્સિટીનું શિલાન્યાસ કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે લોધામાં  રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટી અને સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોર

Top Stories India
Untitled 147 પ્રધાનમંત્રી દ્વારા અલીગઢમાં ડિફેન્સ કોરિડોર અને એમપી સિંહ યુનિવર્સિટીનું શિલાન્યાસ કરાયું

ઉત્તરપ્રદેશ અલીગઢમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિફેન્સ કોરિડોર અને રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટીનું શિલાન્યાસ કર્યું હતું. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધપક્ષ પર નિશકન તાક્યું હતું. જેમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં હોવી ગુંડા રાજ ખત્મ થયું છે. હાલ રાજ્યના માફિયાઓ જેલના સળિયા ગણી રહ્યા છે.

આ પણ વાંચો :અમરાવતીમાં ઘટી મોટી દુર્ઘટના, બોટ પલટવાથી 11 લોકોના મોત, 8 ગુમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે લોધામાં  રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટી અને સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોર અલીગઢ નોડનો શિલાન્યાસ કર્યો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાર્યક્રમ દરમિયાન લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કોરોના મહામારીનો પણ ઉલ્લેખ કર્યો હતો. દેશમાં દરેકને કોરોનાની રસી કેવી રીતે આપવામાં આવે છે તેના માટે તેમણે પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વ માટે એક ઉદાહરણ બની ગયું છે. સાથે જ તેમણે કહ્યું કે, રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટી શિક્ષણ ક્ષેત્રે રાજ્યની સાથે સાથે દેશને પણ પ્રોત્સાહન આપશે.

આ પણ વાંચો :ભારતમાં કોવિડ -19 રસીકરણની સંખ્યા હવે 75 કરોડને વટાવી ગઈ, WHOએ આપ્યા અભિનંદન

આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા સંબોધતા કહ્યું હતું કે અલીગઢમાં વડાપ્રધાન મોદીએ નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે પશ્ચિમી ઉત્તર પ્રદેશ માટે આજનો દિવસ વિશેષ છે. પીએમ મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે મહારાજા સુહેલદેવ જી હોય, છોટુરામ જી હોય કે રાજા મહેન્દ્ર સિંહ જી, નવી પેઢીને તેમનો પરિચય કરાવવાનું કામ ચાલી રહ્યું છે. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, આ પ્રયાસોને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના યોગદાનને ક્યારેય ભૂલી શકાય તેમ નથી