Not Set/ પીએમ મોદી ઘડીયાલને હંમેશા ઉંધી પહેરે છે, શું છે રાઝ જાણો

નવી દિલ્હી, પીએમ મોદી પોતાની એક અલગ પર્સનાલીટીને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. આજે તેમણે બોલિવુડ કલાકાર અક્ષય કુમારને ઇંટરવ્યૂ આપતા પોતાના જીવનનાં ઘણા રાજ ખોલ્યા હતા. જેમા ખાસ, તે પોતાના હાથમાં ઘડીયાલ કેમ ઉધી જ પહેરે છે તે તેમણે જણાવ્યુ હતુ. સામાન્ય રીતે લોકો પોતાના હાથમાં ઘડીયાલ સીધી પહેરે છે પરંતુ પીએમ મોદી લોકોથી […]

India Politics
modi wacth પીએમ મોદી ઘડીયાલને હંમેશા ઉંધી પહેરે છે, શું છે રાઝ જાણો

નવી દિલ્હી,

પીએમ મોદી પોતાની એક અલગ પર્સનાલીટીને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. આજે તેમણે બોલિવુડ કલાકાર અક્ષય કુમારને ઇંટરવ્યૂ આપતા પોતાના જીવનનાં ઘણા રાજ ખોલ્યા હતા. જેમા ખાસ, તે પોતાના હાથમાં ઘડીયાલ કેમ ઉધી જ પહેરે છે તે તેમણે જણાવ્યુ હતુ. સામાન્ય રીતે લોકો પોતાના હાથમાં ઘડીયાલ સીધી પહેરે છે પરંતુ પીએમ મોદી લોકોથી અલગ તેને ઉધી જ પહેરવુ પસંદ કરે છે જેનુ કારણ પણ તેમણે જણાવ્યુ હતુ.

પીએમ મોદીએ ઘડીયાલ ઉધી પહેરાવા અંગે જણાવ્યુ કે, ઘણીવાર મીટીંગ દરમિયાન તેમને સમય વારંવાર જોવો પડતો હોય છે ત્યારે તે સામે બેઠેલા વ્યક્તિને આ વિશે જાણ ન થાય તે માટે ઘડીયાલને ઉધી પહેરે છે. તેમનુ કહેવુ છે કે, મીટીંગ ચાલતી હોય તે દરમિયાન વારંવાર ઘડીયાલને જોવાથી સામે બેઠેલી વ્યક્તિને ખરાબ લાગી શકે છે. જો ઘડીયાલને સીધી પહેરવામાં આવે ત્યારે આ થઇ શકે છે પરંતુ જો ઘડીયાલને ઉધી જ પહેરવામાં આવે તો મીટીંગ દરમિયાન કેટલી પણ વખત સમય જોવાથી સામે બેઠેલી વ્યક્તિને તેનો ખ્યાલ પણ આવતો નથી અને ખરાબ પણ લાગતુ નથી.

પીએમ મોદીએ ગુજરાતીઓની વાત કરતા કહ્યુ કે, ગુજરાતીઓ ખૂબ વ્યવસાયિક હોય છે અને પૈસાનાં પ્રત્યે વધુ મોહ રહે છે, આ પ્રશ્ન પર પીએમ મોદીએ એક ઘટના સંભળાવી. તેમણે કહ્યું, ‘અમારે ત્યાં એક મજાક ચાલે છે, એકવાર, એક સ્ટેશન પર એક ટ્રેન આવી તો,ઉપર ઉભા રહેલા એક મુસાફર પૂછે કે, ક્યુ સ્ટેશન આવ્યું છે’?  પીએમ મોદીએ આ સિવાય ઘણી વાતોને તેમના ચાહકો સુધી પહોચાડવાનો પ્રયત્ન આ ઇંટરવ્યૂ મારફતે કર્યો હતો.