Not Set/ મનુ સિંઘવી બોલ્યા- માસ્ટરનાં નિવેદનને વાંચી રહ્યા છે રાજ્યપાલ, સૌ કોઇ જાણે છે કોણ છે માસ્ટર

  કોરોનાકાળ વચ્ચે પણ આપણા દેશનાં નેતાઓ રાજનીતિ રમવાથી પોતાને દૂર કરી શકતા નથી. આ એક એવો કપરો સમય છે જેમા કોઇ સંપૂર્ણ સુરક્ષિત નથી ત્યારે આ મહામારીથી લડવાની જગ્યાએ નેતાઓ રાજસ્થાનમાં સરકાર પાડવા અને બચાવવામાં વ્યસ્ત છે. આપને જણાવી દઇએ કે, રાજસ્થાનનાં રાજ્યપાલે કોંગ્રેસ સરકારની સમક્ષ જે સવાલો ઉઠાવ્યા હતા, તેનો પાર્ટીએ જવાબ મોકલાવ્યો […]

India
434ee8292d97071c6770c53416ef79a8 મનુ સિંઘવી બોલ્યા- માસ્ટરનાં નિવેદનને વાંચી રહ્યા છે રાજ્યપાલ, સૌ કોઇ જાણે છે કોણ છે માસ્ટર
434ee8292d97071c6770c53416ef79a8 મનુ સિંઘવી બોલ્યા- માસ્ટરનાં નિવેદનને વાંચી રહ્યા છે રાજ્યપાલ, સૌ કોઇ જાણે છે કોણ છે માસ્ટર 

કોરોનાકાળ વચ્ચે પણ આપણા દેશનાં નેતાઓ રાજનીતિ રમવાથી પોતાને દૂર કરી શકતા નથી. આ એક એવો કપરો સમય છે જેમા કોઇ સંપૂર્ણ સુરક્ષિત નથી ત્યારે આ મહામારીથી લડવાની જગ્યાએ નેતાઓ રાજસ્થાનમાં સરકાર પાડવા અને બચાવવામાં વ્યસ્ત છે. આપને જણાવી દઇએ કે, રાજસ્થાનનાં રાજ્યપાલે કોંગ્રેસ સરકારની સમક્ષ જે સવાલો ઉઠાવ્યા હતા, તેનો પાર્ટીએ જવાબ મોકલાવ્યો છે.

કોંગ્રેસ પાર્ટીનાં વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ રવિવારે કહ્યું હતું કે સરકારે રાજ ભવન દ્વારા અખબારી યાદીમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનાં જવાબ આપ્યા છે. આ સાથે રાજસ્થાન સરકારે 31 જુલાઈથી વિધાનસભા સત્ર બોલાવવા માંગ કરી છે. સિંઘવીએ કહ્યું કે, “તે વાત ખૂબ રસપ્રદ છે કે રાજ્યપાલે ધારાસભ્યની પ્રવૃત્તિ, તેમની હાજરી અને અન્ય મુદ્દાઓને વિધાનસભા સત્ર બોલાવતા પહેલા તેમના પ્રશ્નમાં ઉભા કર્યા છે.” રાજ્યપાલની આ સક્રિયતા પ્રશંસનીય છે પરંતુ તે તેમના અધિકારક્ષેત્રમાં આવતી નથી. આ તમામ મુદ્દાઓને સચિવાલય અધ્યક્ષ અથવા સરકારની મશીનરી દ્વારા દેખરેખ રાખવામાં આવે છે.

એવા પ્રશ્નો પણ ઉભા થયા છે કે કોરોનાની આ ભયંકર પરિસ્થિતિમાં ક્યા રાજ્યોની વિધાનસભાઓ ચાલી રહી છે અથવા સત્રો બોલાવવામાં આવ્યા છે. આ અંગે રાજ્યપાલની અવગણના તરફ ઇશારો કરતાં અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે દેશની અનેક વિધાનસભાઓ ચાલી રહી છે, જેમાં પુડુચેરી, મહારાષ્ટ્ર અને બિહારનાં નામ છે. આ રાજ્યોમાં કામગીરી શરૂ કરવા વિધાનસભા સત્ર બોલાવવામાં આવ્યું છે. રાજ્યપાલ કલરાજ મિશ્રા દ્વારા જ્યારે સવાલ કરવામાં આવ્યો ત્યારે કોંગ્રેસનાં નેતા સિંઘવીએ વાંધો ઉઠાવતા કહ્યું કે આમાં કોઈ સંકોચ નથી કે તમામ પ્રશ્નો કેન્દ્ર સરકારનાં ઉચ્ચસ્તરીય સત્તા તરફથી આવી રહ્યા છે અને રાજ ભવન વતી માસ્ટરનું નિવેદન વાંચવામાં આવી રહ્યુ છે. સિંઘવીએ કહ્યું, આપણે બધા જાણીએ છીએ કે માસ્ટર કોણ છે. પરંતુ આ રાજભવનની ગૌરવ અને બંધારણીય પદને ઉંડો આંચકો લાગી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન