Not Set/ PM મોદીએ મિલ્ખા સિંહના પૂછ્યા હાલચાલ, જલ્દી સ્વસ્થ થવાની કરી પ્રાર્થના

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પ્રિન્ટ લિજેન્ડ મિલ્ખા સિંહ સાથે વાત કરી હતી અને તેમના સ્વાસ્થ્ય વિશે હાલચાલ પૂછ્યા હતા. મિલ્ખા સિંહ, બે અઠવાડિયા પહેલા કોવિડ પોઝીટીવ જોવા મળ્યા હતા.

Sports
A 61 PM મોદીએ મિલ્ખા સિંહના પૂછ્યા હાલચાલ, જલ્દી સ્વસ્થ થવાની કરી પ્રાર્થના

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પ્રિન્ટ લિજેન્ડ મિલ્ખા સિંહ સાથે વાત કરી હતી અને તેમના સ્વાસ્થ્ય વિશે હાલચાલ પૂછ્યા હતા. મિલ્ખા સિંહ, બે અઠવાડિયા પહેલા કોવિડ પોઝીટીવ જોવા મળ્યા હતા. ગુરુવારે તેમને ચંડીગઢની સીઓવીડ હોસ્પિટલના પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ મિલ્ખા સિંહને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી અને આશા વ્યક્ત કરી કે તેઓ ટૂંક સમયમાં સ્વસ્થ્ય થઇ જાય અને ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા રમતવીરોને આશીર્વાદ અને પ્રેરણા આપશે.

મિલ્ખા સિંહને તેમના પરિવારની વિનંતી પર સ્થિર સ્થિતિમાં 30 મેના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ ઓક્સિજનનું સ્તર નીચે આવતાં તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

આ પણ વાંચો :એક જ સમયે બે અલગ-અલગ જગ્યાએ મેચ રમશે બે ભારતીય ક્રિકેટ ટીમ : કોહલી

પીજીઆઈના પ્રવક્તા પ્રો. અશોક કુમારે જણાવ્યું કે તેમનું ઓક્સિજન લેવલ ઘટ્યા બાદ ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંઘને કોવિડના આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને બપોરે 3.35 વાગે દાખલ કરાયા હતા. હાલ તેમની સ્થિતી સ્થિર છે અને તેમને ડોક્ટરોના ઓબ્જર્વેશનમાં રાખવામાં આવ્યા છે.

 91 વર્ષના મિલ્ખા સિંઘને 3 દિવસ પહેલા 31 મેના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.  20મે એ તેમને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ તેમની તબિયત 24 મેના ખરાબ થતા તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમને 31મેના રોજ રજા આપવામાં આવી હતી. તેમની પત્ની કોરોનાગ્રસ્ત હોવાથી સારવાર ચાલુ છે.

આ પણ વાંચો :ભારતીય ક્રિકેટ ટીમ ઇગ્લેન્ડ પહોંચી,ત્રણ દિવસ કવોરેન્ટાઇન બાદ પ્રેકટિસ શરૂ કરશે

મિલ્ખા સિંહના પુત્ર જીવ મિલ્ખા સિંહે કહ્યુ હતુ કે, તેઓ ICU માં એડમીટ કરાયા છે. ઇશ્વરને પ્રાર્થના છે કે, તેઓ જલ્દી થી સ્વસ્થ થઇ જાય. મિલ્ખા સિંહ હાલમાં 91 વર્ષની વય ધરાવે છે. મિલ્ખા સિંહ કોરોના સંક્રમિત જણાતા તેમના પુરા પરિવારનું કોરોના પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ. તેમના પત્ની નિર્મલા સિંહ, પુત્રવધુ અને પૌત્ર કોરોના નેગેટીવ જણાયા હતા. જોકે તેમના બે નોકર કોરોના સંક્રમિત જણાયા હતા. મિલ્ખા સિંહ શરુઆતમાં ચંદીગઢમાં પોતાના ઘરે જ રહીને સારવાર લઈ રહ્યા હતા.

આમ ઓળખાયા હતા ‘ફ્લાઈંગ શિખ’

મિલ્ખા સિંહ બાળપણમાં દેશના ભાગલા વખતે પોતાના માતાપિતાથી વિખૂટા પડ્યા હતા, તેઓ શરણાર્થી ટ્રેન દ્વારા પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. તેઓએ 200 અને 400 મીટરની દોડમાં સફળતા હાંસલ કરી હતી. 1958માં કોમનવેલ્થ રમતોમાં સુવર્ણ પદક જીત્યો હતો. પાકિસ્તાનમાં એક દોડ દરમ્યાન બુરખામાં રહેલી મહિલાઓએ તેની ઝડપને નિહાળવા બુરખા ખોલી નાખ્યા હતા, ત્યારથી તે ફ્લાંઈગ શિખ તરીકે જાણીતા બન્યા હતા.

આ પણ વાંચો :આ ભારતીય ખેલાડીએ જણાવ્યું, બીજા ભાગમાં કેકેઆર અને રાજસ્થાનને થશે સૌથી વધુ મુશ્કેલી