Not Set/ PM મોદીને મળવા આવ્યો એક નાનો મહેમાન, જાણો કોણ છે આ બાળક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મંગળવારે એક ખાસ મહેમાન મળવા આવ્યો હતો. જેને જોઇ PM મોદીનાં ચહેરા પર રોનક આવી ગઇ હતી. નાના મહેમાનને જોઇ PM મોદી એટલા ખુશ થયા કે તેમણે આ ફોટો ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો. આ ફોટોને જોઇ તમે પણ વિચારતા હશો કે PM મોદીની પાસે આ નાનો મહેમાન કોણ છે. ઈંસ્ટાગ્રામમાં આ […]

Top Stories India
pjimage 74 PM મોદીને મળવા આવ્યો એક નાનો મહેમાન, જાણો કોણ છે આ બાળક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મંગળવારે એક ખાસ મહેમાન મળવા આવ્યો હતો. જેને જોઇ PM મોદીનાં ચહેરા પર રોનક આવી ગઇ હતી. નાના મહેમાનને જોઇ PM મોદી એટલા ખુશ થયા કે તેમણે આ ફોટો ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો. આ ફોટોને જોઇ તમે પણ વિચારતા હશો કે PM મોદીની પાસે આ નાનો મહેમાન કોણ છે.

ઈંસ્ટાગ્રામમાં આ ફોટોને શેર કરતા વડાપ્રધાન મોદીએ કેપ્શનમાં લખ્યુ કે, “આજે સંસદમાં એક ખાસ દોસ્ત તેમની મુલાકાત માટે આવ્યો.” આ ફોટોમાં તમે જોઇ શકો છો કે ટેબલ પર ઘણી ચોકલેટ પણ દેખાઇ રહી છે. તે બાળકને પણ ખબર નહી હોય કે તે દેશનાં સૌથી કદ્દાવર રાજનેતાની પાસે બેઠો છે.

આ નાનુ બાળક કોણ છે તે દરેકનાં મનમાં સવાલ હશે. ત્યારે આપને જણાવી દઇએ કે, રાજ્યસભા સાંસદ સત્યનારાયણ જટિયા પોતાના દિકરા રાજકુમાર, વહુ અને તેમના પરપુત્રની સાથે વડાપ્રધાનની મુલાકાતે પહોચ્યા હતા.

modi and mkkja PM મોદીને મળવા આવ્યો એક નાનો મહેમાન, જાણો કોણ છે આ બાળક

સોશિયલ મીડિયા પર વડાપ્રધાન અને તેમના આ ખાસ દોસ્તની ફોટો પોસ્ટ થવાની સાથે ઘણી વાયરલ થઇ ગઇ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાના મહેમાનને ચોકલેટ પણ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.