Not Set/ પીએમ ત્રણ દેશોના પ્રવાસે રવાના: સાંજે પહોચશે ઇન્ડોનેશિયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવાર બપોરથી પાંચ દિવસ માટે ત્રણ દેશના પ્રવાસે જઈ રહ્યા છે. મંગળવાર બપોરે પીએમ મોદી ઇન્ડોનેશિયા માટે રવાના થયા છે. પીએમ પાંચ દિવસના પ્રવાસ દરમિયાન ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપુર જશે. આ પ્રવાસથી દેશની એક્ટ ઇસ્ટ નીતિને વેગ મળશે. પીએમ મોદીએ પ્રવાસમાં જતા પહેલા સોમવારે જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયા, મલેશિયા, અને સિંગાપુર સાથે […]

Top Stories Trending
narendra modi 759 પીએમ ત્રણ દેશોના પ્રવાસે રવાના: સાંજે પહોચશે ઇન્ડોનેશિયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવાર બપોરથી પાંચ દિવસ માટે ત્રણ દેશના પ્રવાસે જઈ રહ્યા છે. મંગળવાર બપોરે પીએમ મોદી
ઇન્ડોનેશિયા માટે રવાના થયા છે. પીએમ પાંચ દિવસના પ્રવાસ દરમિયાન ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપુર જશે. આ પ્રવાસથી દેશની એક્ટ ઇસ્ટ નીતિને વેગ મળશે.

પીએમ મોદીએ પ્રવાસમાં જતા પહેલા સોમવારે જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયા, મલેશિયા, અને સિંગાપુર સાથે ભારતના સંબંધો
મજબુત છે. સિંગાપુરમાં તેઓ વાર્ષિક સુરક્ષા સંમેલનમાં શાંગરી લા વાર્તામાં ૧ જુનના રોજ સંબોધન કરશે.
પીએમએ કહ્યું કે પહેલી વાર કોઈ ભારતીય પ્રધાનમંત્રી આ સંમેલનમાં સંબોધન કરશે. ક્ષેત્રીય સુરક્ષા મુદ્દાઓ પર ભારતના વિચારો
વ્યક્ત કરવાનો આ અવસર હશે.

પીએમ મંગળવારે સાંજે ઇન્ડોનેશિયા પહોચશે. ફેસબુક પર પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોના
નિમંત્રણ પર તેઓ જકાર્તા જશે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રીના રૂપમાં એમની આ પહેલી ઇન્ડોનેશિયા યાત્રા હશે.
રાષ્ટ્રપતિ વિડોડો સાથે ૩૦ મે ના રોજ વિચાર-વિમર્શ કરવામાં આવશે, સાથે જ ભારત ઇન્ડોનેશિયા ખાનગી કંપનીના સીઈઓ ફોરમમાં સમ્યુંક વાર્તાલાપ થશે. પીએમ ઇન્ડોનેશિયામાં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરશે અને એમની સાથે બેઠક પણ કરશે.

૩૧ મે ના રોજ પ્રધાનમંત્રી સિંગાપુર જતા સમયે થોડા સમય માટે મલેશિયામાં રોકાશે, જ્યાં તેઓ મલેશિયાના પ્રધાનમંત્રી મહાતીર
મોહમ્મદ સાથે મુલાકાત કરશે અને તેમને અભિનંદન આપશે.

પીએમ મોદી એક જુને સિંગાપુરના રાષ્ટ્રપતિ હલીમા યાકુબ સાથે મુલાકાત કરશે અને સિંગાપુરના પ્રધાનમંત્રી લી સાથે પ્રતિનિધિમંડળ
સ્તરની વાર્તા કરશે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાર્તા થશે, જેમાં રક્ષા અને કૌશલ વિકાસ જેવી સમજૂતીઓ કરવામાં આવશે.
પીએમ ૨ જુને ક્લીફોર્ડ પિયરમાં એક પટ્ટીનું અનાવરણ કરશે જ્યાં ૨૭ માર્ચ ૧૯૪૮માં ગાંધીજીની અસ્થીઓનું વિસર્જન કરવામાં
આવ્યું હતું.

મોદી સરકારે દેશની એક્ટ ફર્સ્ટ નીતિની શરૂઆત કરી હતી, જેનો ઉદેશ્ય પ્રશાંત એશિયા ક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. માનવામાં
આવી રહ્યું છે કે પીએમના પ્રવાસથી ભારતની એક્ટ ઇસ્ટ નીતિને મજબૂતી મળશે.