નવી દિલ્હી/ PM મોદીએ CWG 2022ના ખેલાડીઓ સાથે કરી ખાસ મુલાકાત, કહ્યું- વિજેતાઓને મળીને ગર્વ અનુભવું છું

પીએમ મોદીએ કહ્યું કે, ‘જે જીતશે અને જે આગળ જીતશે, તે બધા વખાણને પાત્ર છે’. સાથે જ, અમે નવી રમતમાં પણ અમારી છાપ છોડી રહ્યા છીએ.

Top Stories India
પીએમ મોદીએ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતની જેમ આ વખતે પણ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીઓને મળ્યા હતા. પીએમ મોદીએ દિલ્હીમાં તેમના નિવાસસ્થાને તમામ ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. PM મોદીએ ખેલાડીઓ માટે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાગ લઈને તેમને પ્રોત્સાહિત કર્યા. સાથે જ તેમના વખાણ પણ કર્યા.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુર અને રમતગમત રાજ્ય મંત્રી નિશીથ પ્રામાણિક પણ હાજર હતા. પીએમ મોદી ખેલાડીઓને મળ્યા અને કહ્યું, ‘વિજેતાઓને મળીને મને ગર્વ છે.’

પીએમ મોદીએ કહ્યું કે, ‘જે જીતશે અને જે આગળ જીતશે, તે બધા વખાણને પાત્ર છે’. સાથે જ, અમે નવી રમતમાં પણ અમારી છાપ છોડી રહ્યા છીએ.

આપને જણાવી દઈએ કે આ વખતે ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં આયોજિત 22મી કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે 22 ગોલ્ડ સહિત કુલ 61 મેડલ જીત્યા હતા. જેમાં દેશને પ્રથમ વખત ક્રિકેટ, લૉન બોલ, ટ્રિપલ જમ્પ અને વૉકિંગમાં મેડલ મળ્યા હતા.

પીએમ મોદીએ તમામ ખેલાડીઓ સાથે વાતચીત પણ કરી હતી. આ સાથે દરેક રમતના મેડલ વિજેતાઓ સાથે ફોટોગ્રાફ્સ પણ મુકવામાં આવ્યા હતા. આ દરમિયાન ખેલાડીઓ એ જ પોશાકમાં જોવા મળ્યા હતા, જે તેમણે કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પહેર્યા હતા.

આ પણ વાંચો:દેશના આ રાજ્યોમાં થઈ શકે છે ભારે વરસાદ, અહીં જુઓ IMDની સંપૂર્ણ આગાહી

આ પણ વાંચો:રખડતા પશુઓની અડફેટનો ભોગ બન્યા DyCM નીતિન પટેલ, તિરંગા યાત્રા દરમિયાન બની ઘટના

આ પણ વાંચો:પ્રિયંકા ગાંધી બાદ સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ, આવી છે હાલત