Not Set/ દેશના લાખો યુવાનો માટે આયકન બની રહ્યાં છે પીએમ મોદી

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બોલીવુડ સ્ટાર સલમાન ખાન હંમેશા લોકો સામે બેબાક અંદાજમાં નજરે પડતા હોય. ભારતમાં સૌથી વધુ લોકપ્રિયતા આ બંને ‘સુપરસ્ટાર’ ને જ મળેલી છે. તાજેતરમાં કરાયેલ સર્વે મુજબ બોલીવુડમાં સૌથી લોકપ્રિય આયકન અભિનેતા તરીકે સલમાન ખાનનુ નામ ઉભરી આવ્યુ છે. જ્યારે રાજકીય લોકપ્રિય આયકન તરીકે આજે પણ નરેન્દ્ર મોદી યુવકોની […]

Top Stories
દેશના લાખો યુવાનો માટે આયકન બની રહ્યાં છે પીએમ મોદી

નવી દિલ્હી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બોલીવુડ સ્ટાર સલમાન ખાન હંમેશા લોકો સામે બેબાક અંદાજમાં નજરે પડતા હોય. ભારતમાં સૌથી વધુ લોકપ્રિયતા આ બંને ‘સુપરસ્ટાર’ ને જ મળેલી છે. તાજેતરમાં કરાયેલ સર્વે મુજબ બોલીવુડમાં સૌથી લોકપ્રિય આયકન અભિનેતા તરીકે સલમાન ખાનનુ નામ ઉભરી આવ્યુ છે. જ્યારે રાજકીય લોકપ્રિય આયકન તરીકે આજે પણ નરેન્દ્ર મોદી યુવકોની પ્રથમ પસંદગી છે. હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા દેશના યુવા વર્ગમાં કરાયેલ સર્વેમાં આ બાબત સામે આવી છે.

દેશમાં રાજનેતાઓની વાત કરવામાં આવે તો લોકોના રોલ મોડલ તરીકે આજે પણ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી આગળ છે.નરેન્દ્ર મોદી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને આપ કન્વીનર કેજરીવાલ કરતા  ઘણા આગળ છે. પીએમ મોદીને આ સર્વેમાં ૪૭.૫ ટકા વોટ મળ્યા છે. જ્યારે રાહુલ ગાંધીને ૮.૯ ટકા વોટ મળ્યા છે.  જ્યારે ૨૦૧૬માં આ યાદીમાં બીજા નંબરે રહેનાર કેજરીવાલ આ વખતે ત્રીજા ક્રમે રહ્યા છે. કેજરીવાલ અને મમતા બેનર્જીને સંયુક્ત રીતે ૭-૭ ટકા મત મળ્યા છે.

પીએમ નરેન્દ્ર મોદી માત્ર રાજકીય કેટેગરીમાં જ આગળ નથી, તેમને બેસ્ટ લિવિંગ રોલ મોડલની યાદીમાં પણ પ્રથમ સ્થાન મળ્યુ છે. આ યાદીમાં મોદીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો છે. જ્યારે બોલીવુડ હસ્તીઓમાં સલમાન ખાન સૌથી આયકન અભિનેતા રહ્યો છે. ત્યારબાદ શાહરુખ ખાન, અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચનનો ક્રમ આવે છે. સર્વેમાં સલમાનને ૧૮.૩ ટકા મત મળ્યા છે. જ્યારે શાહરુખ ખાનને ૧૫.૩ ટકા, અક્ષય કુમારને ૧૩.૩ ટકા અને અમિતાભ બચ્ચનને ૧૩.૨ ટકા મત મળ્યા છે.