Not Set/ પીએમ મોદી આરક્ષણ પર દેશને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે : માયાવતી

નવી દિલ્હી,  બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રિમો માયાવતીએ પીએમ મોદીનાં આરક્ષણને ખતમ ન કરવાનાં નિવેદનને જુમલેબાજી બતાવ્યો છે. તેમણે કહ્યુ કે, પીએમ મોદી આરક્ષણનાં નામે દેશને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, માયાવતી દેશમાં દલિતોનાં પ્રશ્નોને લઇને અવાર-નવાર સવાલો ઉઠાવતા રહ્યા છે. માયાવતી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટીવ રહે છે. ત્યારે તેમણે ટ્વિટર […]

India Politics
mayawati પીએમ મોદી આરક્ષણ પર દેશને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે : માયાવતી

નવી દિલ્હી, 

બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રિમો માયાવતીએ પીએમ મોદીનાં આરક્ષણને ખતમ ન કરવાનાં નિવેદનને જુમલેબાજી બતાવ્યો છે. તેમણે કહ્યુ કે, પીએમ મોદી આરક્ષણનાં નામે દેશને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, માયાવતી દેશમાં દલિતોનાં પ્રશ્નોને લઇને અવાર-નવાર સવાલો ઉઠાવતા રહ્યા છે.

માયાવતી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટીવ રહે છે. ત્યારે તેમણે ટ્વિટર મારફતે પીએમ મોદી પર શાંબ્દિક પ્રહારો કર્યા છે. ટ્વિટમાં તેમણે લખ્યુ, ‘પીએમ મોદી દ્વારા આરક્ષણ પર પણ દેશને ગુમરાહ કરવાનો પ્રયત્ન ચાલુ છે. તે કહે છે કે આને ખતમ કરવામાં નહી આવે જે ખરેખરમાં તેમની એક નવી જુમલેબાજી છે, કારણ કે, કોંગ્રેસની જેમ તેમના શાસનકાળમાં પણ એસસી/એસટી/ઓબીસી આરક્ષણની વ્યવસ્થાને પૂરી રીતે નિષ્ક્રિય અને નિષ્પ્રભાવી બનાવી દેવામાં આવ્યુ છે, કેમ?’

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી એક જનસભામાં પોતાના ભાષણ દરમિયાન કહ્યુ હતુ કે, આરક્ષણ પર કોઇ આંચ નહી આવવા દઉ. મારા દલિતભાઇઓ પર અન્યાય હુ ક્યારે સહન નહી કરુ.