New Delhi News: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતમાંથી 117 ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. આ વખતે ભારતે કુલ 6 મેડલ જીત્યા છે, જેમાં એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝનો સમાવેશ થાય છે. તે જ સમયે, સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ પેરિસ ઓલિમ્પિક 2024 માં ભાગ લઈ રહેલા એથ્લેટ્સ સાથે મુલાકાત કરી છે.
PM નરેન્દ્ર મોદી સૌ પ્રથમ હોકી ટીમને મળ્યા હતા. આ દરમિયાન ભારતીય હોકી ટીમના મહાન ગોલકીપર પીઆર શ્રીજેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટીમની જર્સી ભેટમાં આપી હતી. આ સિવાય વડાપ્રધાન મોદીએ દરેક ખેલાડીઓના મેડલ જોયા હતા. આ સાથે જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર મનુ ભાકરે વડાપ્રધાન મોદીને પોતાની પિસ્તોલ બતાવી હતી.
વડાપ્રધાન મોદીએ અમન સેહરાવત અને સ્વપ્નિલ કુસાલેને પણ મળ્યા અને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાને લક્ષ્ય સેન સાથે પણ લાંબા સમય સુધી વાત કરી. લક્ષ્યે લીડ લીધા બાદ બ્રોન્ઝ મેડલ ગુમાવ્યો હતો. રેસલર અમન સેહરાવતે પીએમ મોદીને પોતાની જર્સી ગિફ્ટ કરી છે. આ સિવાય ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે પીએમને હોકી સ્ટિક આપી હતી.
પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનારા ઘણા એથ્લેટ્સ હજુ પણ ભારત પાછા નથી આવ્યા. નીરજ ચોપરા પોતાની સર્જરી માટે જર્મનીમાં છે. જ્યારે વિનેશ ફોગાટ 17મી ઓગસ્ટે ભારત પરત ફરશે. બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ પણ પીએમ મોદીને મળી શકી નથી. પીવી સિંધુને આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. તેને રાઉન્ડ ઓફ 16માં હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો:ધ્યાન ભટકાવી રહી હતી સુંદર સ્વિમર, પાછા ફરવાનું કહેવામાં આવ્યું…શું છે સમગ્ર મુદ્દો
આ પણ વાંચો:ભારત-શ્રીલંકાની મેચ બાદ ICC એક્શનમાં, ફિક્સિંગને લઈ માંગ્યો જવાબ
આ પણ વાંચો:વિનેશ ફોગટનું ઓલિમ્પિકમાંથી બહાર થવું શું ખરેખર ષડયંત્ર ?