Not Set/ પીએમ મોદીએ યશોરેશ્વરી કાલી મંદિરમાં કરી પૂજા, માનવ જાતિને કોરોના સંકટથી મુક્તિ અપાવવાની કરી પ્રાર્થના

પીએમે કહ્યું કે આજે મને 51 શક્તિપીઠોમાંથી એક મા કાલીના ચરણોમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

Top Stories World
પીએમ મોદીએ યશોરેશ્વરી કાલી મંદિરમાં કરી પૂજા, માનવ જાતિને કોરોના સંકટથી મુક્તિ અપાવવાની કરી પ્રાર્થના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે પોતાના બાંગ્લાદેશ પ્રવાસના બીજા દિવસે સૌથી પહેલા દક્ષિણપશ્ચિમી સતખીરામાં યશોરેશ્વરી મંદિર પહોંચ્યા અને પૂજા કરી. તેમનો પ્રોગ્રામ ઓરકાંડી મંદિરમાં પૂજા-અર્ચના કરવાનો પણ છે. યશોરેશ્વરી કાલી મંદિર ભારત અને પડોશી દેશોમાં 51 શક્તિપીઠમાંનું એક છે. બાંગ્લાદેશના અધિકારીઓએ પ્રધાનમંત્રી મોદીની યાત્રા પહેલા સતખીરામાં યશોરેશ્વરી મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો.

યશોરેશ્વરી કાલી મંદિરમાં પૂજા કર્યા બાદ બહાર નીકળેલા પીએમ મોદીએ જણાવ્યું કે તેમણે દુનિયાને કોરોનામાંથી બહાર નીકળવાની પ્રાર્થના કરી છે.

મોદીએ કહ્યું કે મેં સાંભળ્યુ છે કે અહીં મા કાલીની પૂજાનો મેળો લાગે છે તો મોટી સંખ્યામાં ભક્તો બોર્ડરની પેલે પારથી પણ અહીં આવે છે. અહીં એક કોમ્યુનિટી હોલની જરુર છે. આ એક બહુઉદ્દેશીય હૉલ હોય જેથી કાલી પૂજા માટે લોકો આવે તો તેમના ઉપયોગમાં આવે અને સામાજીક, ધાર્મિક અને શૈક્ષણિક પ્રસંગે લોકોના કામમાં આવે અને આપત્તિ સમયે ખાસ કરીને ચક્રવાતના સમયમાં કોમ્યુનિટી હોલ શેલ્ટરનું માધ્યમ બને. મોદીએ કહ્યું કે ભારત અહીં તેનું નિર્માણ કરશે અને હું બાંગ્લાદેશ સરકારનો આભાર માનું છું કે તેમણે આ કામ માટે અમારી સાથે શુભકામના પાઠવી છે.

પીએમે કહ્યું કે આજે મને 51 શક્તિપીઠોમાંથી એક મા કાલીના ચરણોમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મારો પ્રયત્ન રહે છે કે મને તક મળે તો 51 શક્તિપીઠોમાં જઇને શિશ નમાવું