Russia-Ukraine war/ રશિયાના હુમલામાં યુક્રેનની અભિનેત્રી ઓકસાનાનું મોત,અવિરત હુમલા ચાલુ..

રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 23મો દિવસ છે. ગુરૂવારે રશિયન સેના તરફથી કીવમાં કરાયેલા રોકેટ એટેકમાં યુક્રેનમાં વિતેલા જમાનાની મશહૂર એક્ટ્રેસ ઓકસાના શ્વેટ્સનું મોત થયું હતું

Top Stories World
15 13 રશિયાના હુમલામાં યુક્રેનની અભિનેત્રી ઓકસાનાનું મોત,અવિરત હુમલા ચાલુ..

રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 23મો દિવસ છે. ગુરૂવારે રશિયન સેના તરફથી કીવમાં કરાયેલા રોકેટ એટેકમાં યુક્રેનમાં વિતેલા જમાનાની મશહૂર એક્ટ્રેસ ઓકસાના શ્વેટ્સનું મોત થયું હતું. ચેર્નેહીવમાં પુતિનની સેનાના ગોળીબારમાં એક અમેરિકી અને અનેક યુક્રેનીયન નાગરિકોએ જીવ ગુમાવ્યા છે.

અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટી બ્લિંકેને પણ પોતાના નાગરિકના મોતની ઘટનાને સમર્થન આપ્યું છે. સીએનએન અનુસાર, માર્યા ગયેલા નાગરિકની ઓળખ 68 વર્ષીય જેમ્સ વ્હીટની હિલ તરીકે થઈ છે. આ દરમિયાન, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયન રાષ્ટ્રપતિ પુતિનને પ્યોર ઠગ અને હત્યારા સરમુખત્યાર કહ્યા છે. બાઈડેને એ વાત કેપિટલ હિલમાં સેન્ટ પેટ્રિક ડે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કહી હતી.

​યુક્રેન પર રશિયાના ભીષણ આક્રમણના 23 દિવસ વીતી ગયા છે અને યુક્રેન રશિયન એટેકથી તબાહ થઈ રહ્યું છે. એવામાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અહેવાલ અનુસાર, ગુરૂવારે રશિયન સેનાએ યુક્રેનની હેલ્થ કેર સુવિધાઓ પર ઓછામાં ઓછા 43 ભીષણ હુમલા કર્યા છે અને આ હુમલામાં 12 લોકોનાં મોત થયા છે. WHOના જણાવ્યા અનુસાર, રશિયા દ્વારા યુક્રેનમાં હેલ્થ કેર સુવિધાઓ પરના હુમલામાં 12 લોકોનાં મોત થયા છે તેમજ 34 અન્ય લોકો ઘાયલ થયા છે.