Not Set/ ગોલ્ડ જીતનાર નીરવ ચોપડાને પીએમ મોદીએ કહ્યું કે તમે દેશને ખુશ કરી દીધાં

ફોન કોલ દરમિયાન વડાપ્રધાને નીરજને કહ્યું કે તમારી ઈજા અને અન્ય અવરોધો હોવા છતાં, તમે જે જીત મેળવી છે તે પ્રેરણાદાયી છે

Top Stories
gold ગોલ્ડ જીતનાર નીરવ ચોપડાને પીએમ મોદીએ કહ્યું કે તમે દેશને ખુશ કરી દીધાં

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપડાની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કર્યો હતો. આ દરમિયાન તેમણે નીરજની ખુબ પ્રશંસા કરી. ફોન કોલ દરમિયાન વડાપ્રધાને નીરજને કહ્યું કે તમારી ઈજા અને અન્ય અવરોધો હોવા છતાં, તમે જે જીત મેળવી છે તે પ્રેરણાદાયી છે. તેમણે નીરજને મજાકમાં કહ્યું, પાણીપતે પાણી બતાવ્યું. ઉલ્લેખનીય છે કે, 23 વર્ષીય નીરજ ચોપડાએ ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ગોલ્ડ જીતનાર દેશનો પ્રથમ ખેલાડી છે. તેમના પહેલા, વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ 2008 ની બેઇજિંગ ઓલિમ્પિકમાં શૂટર અભિનવ બિન્દ્રાએ જીત્યો હતો.

નીરજ સાથે ટેલિફોન પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે આ જીત માટે તમને ઘણા અભિનંદન.આ જીત સાથે તમે સમગ્ર ભારતને અપાર ખુશીઓ આપી છે.  સેનામાં તૈનાત 23 વર્ષીય ચોપડાએ પણ વડા પ્રધાન સાથે વાત કરતા કહ્યું કે હું સારું કરવા માંગુ છું. ગોલ્ડ મેડલ જીતવી મોટી વાત છે. મારી પાસે દેશના તમામ લોકોની પ્રાર્થના હતી. આ પ્રાર્થનાઓ પછી વડાપ્રધાને તેમના વતન પાણીપતનો ઉલ્લેખ કરીને મજાકમાં કહ્યું હતું કે, “પાણીપતે  પાણી બતાવ્યું બાદમાં પીએમ અને નીરજ બંને હસી પડિયા. પીએમે કહ્યું કે કોવિડને કારણે ઓલિમ્પિક મુલતવી રાખવામાં આવી હતી. આ દરમિયાન, તમે આખું વર્ષ સખત મહેનત કરતા રહ્યા. તમને 2019 માં તમારા ખભાને ઇજા થઇ હતી  પરંતુ તમે સખત મહેનત કરવાનું બંધ કરી ન હતી.

આ વાતચીત દરમિયાન નીરજે એ પણ સ્વીકાર્યું કે આ કાર્ય તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતું. તેમણે પીએમ મોદીને કહ્યું કે સાહેબ ખરેખર ખૂબ જ મુશ્કેલ હતું. આ વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ ચોપડાની આત્મવિશ્વાસની બોડી લેંગ્વેજ પર પણ ચર્ચા કરી હતી. ઓલિમ્પિક ફાઇનલ દરમિયાન પણ નીરજનો આત્મવિશ્વાસ જોવા લાયક હતો.

વડાપ્રધાન મોદીએ નીરજ ચોપરાની કામગીરીને પ્રેરણાદાયી ગણાવી હતી. તેમણે કહ્યું કે તમે આ શાનદાર પ્રદર્શનથી સમગ્ર યુવા પેઢીને પ્રેરણા આપી છે. અમને રમતગમતમાં સારા ગણવામાં આવતા નથી, તેમ છતાં અમે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. પીએમએ કહ્યું કે રમતગમત દેશ માટે ખુબ મહત્વનું છે.