Not Set/ UP જીતવા ભાજપનું શક્તિ પ્રદર્શન, PM મોદી સહિત અનેક રાજ્યના CMને આમંત્રણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત અનેક નેતાઓ અનેકવાર મૂલાકાત લઇ ચૂક્યા છે અને લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી અને 14મી ડિસેમ્બરના રોજ ઉત્તરપ્રદેશની મુલાકાતે છે અને તેઓ શક્તિ પ્રદર્શન કરવાના છે.

Top Stories India
શક્તિ પ્રદર્શન

ઉત્તરપ્રદેશની ચૂંટણીઓને લઇને રાજકીય હલચલમાં વધારો થઇ ચૂક્યો છે. ભાજપ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી સહિતની પાર્ટીઓ રાજ્યમાં સક્રિય થઇ ગઈ છે. ભાજપના અનેક નેતાઓએ યુપીમાં બહુમતીથી જીતવા માટે ધામા નાંખી દીધા છે અને કમર કસી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત અનેક નેતાઓ અનેકવાર મૂલાકાત લઇ ચૂક્યા છે અને લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી અને 14મી ડિસેમ્બરના રોજ ઉત્તરપ્રદેશની મુલાકાતે છે અને તેઓ શક્તિ પ્રદર્શન કરવાના છે. શક્તિ પ્રદર્શનમાં ભાજપ સાશિત રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ચૂંટણીની તારીખો નક્કી થાય અને આચાર સંહિતા અમલમાં આવે એ પહેલાની આ છેલ્લી વડાપ્રધાનની સત્તાવાર મુલાકાત હશે તેવું માનવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન મોદી બે દિવસીય વારાણસીના મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં 13 ડિસેમ્બરે કાશી વિશ્વનાથ ધામનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ ગંગા યાત્રા કરશે અને સાંજે ગંગા આરતી કરશે ત્યારે આમંત્રિત નેતાઓ પણ તેમની સાથે હશે. બીજા દિવસે, 14 ડિસેમ્બરના રોજ, પીએમ મોદી વારાણસીમાં તમામ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે ‘સુશાસન’ વિષય પર સેમિનાર યોજશે જ્યાં તેઓ વિકાસ અને કોરોના સામેની લડાઈ વિશે તેમને ટીપ્સ આપશે. કોવિડ-19 રસીકરણને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મુકાશે. વડાપ્રધાન 14 ડિસેમ્બરે વારાણસીમાં વિહંગમ યોગ અને ધ્યાનના મોટા કેન્દ્ર સ્વરવેદ મહામંદિર ધામની પણ મુલાકાત લઈ સાંજે તેઓ દિલ્હી પરત ફરશે.

વિકાસની રાજનીતિ ભાજપને ફળશે ?

ભાજપે ઉત્તરપ્રદેશને મોટા પ્રોજેક્ટ આપી વિકાસની રાજનીતિનો પણ કરી છે. પૂર્વાંચલને વિકાસ મોડેલ બનાવી ઘણા પ્રોજેક્ટ આપ્યા છે. પૂર્વાંચલ એક્સપ્રેસ-વે અને ગોરખપુર લિન્ક એક્સપ્રેસવે આપ્યું છે.  9માંથી 6 મેડીકલ કોલેજ પૂર્વાંચલને આપી. પાંચ નવા એરપોર્ટની જાહેરાત કરી. તેમાંથી કુશીનગર અને સિધ્ધાર્થનગર એરપોર્ટનાં કામ શરૂ થઈ ચૂક્યાં છે. વારાણસી મેટ્રોનું કામ પણ ગતિમાં લાવવામાં આવ્યું છે. આજે 7 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશી કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પહેલાં અમિત શાહે વિંધ્યાચલ કોરિડોર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.

પ્રિપોલની આગાહી શું કહે છે?

ઉત્તરપ્રદેશ ભાજપના પ્રવક્તા વૈભવ અગ્રવાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિપક્ષો એવી કથા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા ઘટી રહી છે. પરંતુ તે સાચું નથી. બીજી તરફ પ્રિપોલ એવી આગાહી કરે છે કે 2017ની સરખામણીએ 2022માં ભાજપની બેઠકો ઘટશે. એબીપી ન્યૂઝ-સી મતદાર સર્વેક્ષણ, જેનું પરિણામ 12 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવ્યું હતું, તેમાં કહેવામાં આવ્યું કે, 2022ની ચૂંટણીમાં ભાજપની 100 બેઠકો ઘટી જશે. પ્રિ-ઓપિનિયન પોલમાં જણાવવામાં આવ્યું છે કે 312 સીટોથી પાર્ટી 213-221 સીટો પર સરકી શકે છે.
સર્વેમાં સમાજવાદી પાર્ટીને 152-160 બેઠકો જીતવાનો અંદાજ છે, જે અગાઉની વિધાનસભા ચૂંટણીમાં મેળવેલી 47 બેઠકો કરતાં વધુ છે. ટાઈમ્સ નાઉ એક્સ પોલ્સ્ટ્રેટ દ્વારા 16 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલા બીજા મોટા ઓપિનિયન પોલમાં ભાજપ માટે 239-245 બેઠકો, સમાજવાદી પાર્ટી માટે 119-125, BSP માટે 28-32 અને કોંગ્રેસ માટે માત્ર પાંચ-આઠ બેઠકોની આગાહી કરવામાં આવી છે.