Not Set/ PM મોદી આજે તબીબી જગત સાથે સંકળાયેલા તમામ લોકોને સંબોધન કરશે

કોરોનાકાળમાં જે કામ આપણા ડોક્ટર્સ કરી રહ્યા છે, તેના માટે આપણે તેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. આજે કોરોનાનાં કપરા સમયે પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વિના તેઓ સતત પોતાની ફરજ બજાવી રહ્યા છે.

Top Stories India
11 20 PM મોદી આજે તબીબી જગત સાથે સંકળાયેલા તમામ લોકોને સંબોધન કરશે

કોરોનાકાળમાં જે કામ આપણા ડોક્ટર્સ કરી રહ્યા છે, તેના માટે આપણે તેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. આજે કોરોનાનાં કપરા સમયે પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વિના તેઓ સતત પોતાની ફરજ બજાવી રહ્યા છે. જણાવી દઇએ કે, આજે નેશનલ ડોક્ટર્સ ડે છે, ત્યારે દેશનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ડોકટર્સને સંબોધન કરશે, જેમણે કોરોના મહામારી ફાટી નીકળતાં લાખો લોકોનો જીવ બચાવ્યો હતો.

11 21 PM મોદી આજે તબીબી જગત સાથે સંકળાયેલા તમામ લોકોને સંબોધન કરશે

મોટા સમાચાર / ભારત સરકારની ચેતવણી બાદ યુરોપનાં 8 દેશોએ ભારતમાં બનેલી કોવિશિલ્ડને આપી માન્યતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે નેશનલ ડોક્ટર ડે નિમિત્તે તબીબી જગત સાથે સંકળાયેલા તમામ લોકોની સામે પોતાના વિચારો રજૂ કરશે. PM મોદીનું આ સંબોધન આજે એટલે કે 1 જુલાઈએ બપોરે 3 વાગ્યે થશે. આપને જણાવી દઇએ કે, નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે વીડિયો કોન્ફરન્સ દ્વારા તબીબી જગતને સંબોધન કરશે. PM મોદી એવા સમયે ડોકટરોને સંબોધન કરશે, જેમણે આ રોગચાળામાં લાખો લોકોનાં જીવ બચાવ્યા છે. જ્યારથી કોવિડ-19 મહામારી આવી છે ત્યારથી જ વિશ્વભરમાં ડોકટરોનું મહત્વ સમજાયું છે. ટ્વિટર પર વડા પ્રધાને કહ્યું કે, “કોવિડ-19 સામે લડવામાં તમામ ડોકટરોનાં પ્રયત્નો પર ભારતને ગર્વ છે. 1 જુલાઇ નેશનલ ડોક્ટર ડે તરીકે મનાવવામાં આવે છે. ગુરુવારે બપોરે 3 વાગ્યે આઇએમએઈન્ડિયાઓર્ગો દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ડોક્ટર સમુદાયને સંબોધન કરશે.”

11 22 PM મોદી આજે તબીબી જગત સાથે સંકળાયેલા તમામ લોકોને સંબોધન કરશે

વધુ એક વેક્સિન તૈયાર / કોરોનાની વેક્સિન મામલે ભારતને વધુ એક સફળતા, આ કંપનીએ રસીના ઇમર્જન્સી ઉપયોગ માટે માંગી મંજૂરી

પ્રધાનમંત્રીએ આરોગ્ય કર્મચારીઓ દ્વારા જે રીતે આ કોરોનાકાળમાં સતત કાર્ય કરવામાં આવ્યુ છે તેની પ્રશંસા કરી હતી. તેમણે COVID-19 ની બે જીવલેણ લહેરો સામે લડવામાં દેશને મદદ કરવા બદલ તબીબી બિરાદરીનો આભાર માન્યો છે, જેણે અર્થતંત્ર અને જાહેર આરોગ્ય માળખાને ભારે અસર કરી છે. ગયા રવિવારે પોતાના માસિક રેડિયો કાર્યક્રમમાં વડા પ્રધાને ફરીથી ડોક્ટરોનાં રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાન બદલ વખાણ કર્યા હતા. નેશનલ ડોક્ટર્સ ડે દર વર્ષે 1 જુલાઇનાં રોજ તે ડોક્ટર્સનાં પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે મનાવવામાં આવે છે, જેમણે લોકોને જરૂરિયાત સમયે નિસ્વાર્થરૂપથી મદદ કરી અને પોતાના બિમાર દર્દીઓનાં આરોગ્ય માટે અથાક પ્રયત્નો કર્યા.

Footer PM મોદી આજે તબીબી જગત સાથે સંકળાયેલા તમામ લોકોને સંબોધન કરશે