Not Set/ પીએમ મોદી ૨૭ મે એ કરશે એનએચ ૯ અને ઇસ્ટર્ન પેરીફેરલ એક્સ્પ્રેસ વે નું ઉદ્ઘાટન

પીએમ નરેન્દ્ર મોદી ૨૭ મે ના રોજ એનએચ૯ અને ઇસ્ટર્ન પેરીફેરલ એક્સ્પ્રેસ વે નું ઉદ્ઘાટન કરશે. સરય કાલે ખાન થી દિલ્હી ગેટ સુધી પીએમનો રોડ શો થશે. સરાય કાલે ખાન થી ગાઝીપુર(દિલ્હી ગેટ) સુધી દિલ્હી-મેરઠ એક્સ્પ્રેસવે નો પહેલો ભાગ બનીને તૈયાર થઇ ગયો છે. એ જ દિવસે બાગપતમાં રેલી કરીને પીએમ ઇસ્ટર્ન પેરીફેરલ એક્સ્પ્રેસવેનું ઉદ્ઘાટન […]

Top Stories India
WH January February 2011 72 પીએમ મોદી ૨૭ મે એ કરશે એનએચ ૯ અને ઇસ્ટર્ન પેરીફેરલ એક્સ્પ્રેસ વે નું ઉદ્ઘાટન

પીએમ નરેન્દ્ર મોદી ૨૭ મે ના રોજ એનએચ૯ અને ઇસ્ટર્ન પેરીફેરલ એક્સ્પ્રેસ વે નું ઉદ્ઘાટન કરશે. સરય કાલે ખાન થી દિલ્હી ગેટ
સુધી પીએમનો રોડ શો થશે. સરાય કાલે ખાન થી ગાઝીપુર(દિલ્હી ગેટ) સુધી દિલ્હી-મેરઠ એક્સ્પ્રેસવે નો પહેલો ભાગ બનીને તૈયાર
થઇ ગયો છે. એ જ દિવસે બાગપતમાં રેલી કરીને પીએમ ઇસ્ટર્ન પેરીફેરલ એક્સ્પ્રેસવેનું ઉદ્ઘાટન કરશે. કૈરાના માં લોકસભા અને
નુરપૂરમા વિધાનસભાની ચુંટણી પણ થવાની છે. આ ચુંટણી ૨૮ મે ના રોજ થવાની છે. મંત્રાલયના સુત્રોનો દાવો છે કે આ આદર્શ
આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી.

૬ લેન વાળો ૧૩૫ કિલોમીટર લાંબો આ ઇસ્ટર્ન પેરીફેરલ એક્સ્પ્રેસ વે હરિયાણાના કુંડલી થી શરુ થઈને ગાઝીઆબાદ અને નોઇડાથઈને પલવલ માં મળશે. આ એક્સ્પ્રેસ વેના બની જવાથી કુંડલી થી પલવલ આવવા-જવા વાળા લોકોને દિલ્હીમાં એન્ટ્રી કરવાની જરૂર નહિ રહે. એટલુજ નહીં ઇસ્ટર્ન પેરીફેરલ એક્સ્પ્રેસ વે શરુ થઇ જવાથી કોલકાતા થી સીધા જલંધર, અમૃતસર અને જમ્મુ આવવા-જવા વાળા વાહનો, ખાસ કરીને ટ્રકોને સૌથી વધારે ફાયદો થશે.

આ, દેશનો પહેલો એવો એક્સ્પ્રેસ હાઇવે છે જેમાં બગીચાઓ બનેલા છે અને વાહનોની સ્પીડ લીમીટ ૧૨૦ કિમી પ્રતિ કલાકની
નક્કી કરવામાં આવી છે. મતલબ કે આ સ્પીડ થી ચાલવામાં આવે તો ૧૩૫ કિમી નું અંતર ૭૦ મીનીટમાં પૂરું કરી શકાય છે.
સરકારનું માનવું છે કે આ એક્સ્પ્રેસ હાઇવે ચાલુ થઇ જવાથી દિલ્હીનું પ્રદુષણ અને ટ્રાફિક જામ ની સમસ્યા ૫૦ સુધી ઘટી જશે.