સંકલ્પ યાત્રા/ PM મોદી પાંચ રાજ્યોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લીલી ઝંડી બતાવશે,લાભાર્થીઓ સાથે કરશે વાતચીત

PM મોદી 16 ડિસેમ્બર, 2023ના રોજ સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે

Top Stories India
 PM મોદી

   PM મોદી 16 ડિસેમ્બર, 2023ના રોજ સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લીલી ઝંડી આપશે.

આ કાર્યક્રમમાં દેશભરના હજારો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ જોડાશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ જોડાશે.આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયમર્યાદામાં પહોંચે તે હેતુથી સરકારની મુખ્ય યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવાના હેતુથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:Indian Passport/ભારતીય પાસપોર્ટ બન્યો મજબુત, આ દેશોમાં વિઝા વગર કરી શકાશે મુસાફરી

આ પણ વાંચો:Yemen/“લાલ સમુદ્ર” માં “કાળો ધુમાડો” ઉઠ્યો, યમને આ દેશના વહાણ પર ભીષણ હુમલો કર્યો

આ પણ વાંચો:SOCIAL MEDIA/દાનપેટીમાં કોઈએ મૂક્યા આટલા લાખના જૂતા,કિંમત જાણી લોકો ચોંકી ગયા.