Gujarat Visit/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે છોટા ઉદેપુરની મુલાકાત લેશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીની બાગડોર સંભાળી લીધી છે જેના લીધે ભારતીય જનતા પાર્ટીને સીધો લાભ થશે.

Top Stories Gujarat
10 7 વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે છોટા ઉદેપુરની મુલાકાત લેશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીની બાગડોર સંભાળી લીધી છે જેના લીધે ભારતીય જનતા પાર્ટીને સીધો લાભ થશે.રાજ્યના તમામ ઝોન પર હાલ વડાપ્રધાન સભા અને લોકાર્પણ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે આદિવાસી વિસ્તાર ધરાવતા છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી આવશે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે વડાપ્રધાનના કાર્યક્રમને લઈને જિલ્લા કલેકટરે તમામ અધિકારીઓ સાથે મીટીંગ કરી સ્ટેટ આર.એન.બી વિભાગે આઠ કરોડનું ટેન્ડર વડાપ્રધાનના કાર્યક્રમને લઈને બહાર પાડ્યું હતું. સમગ્ર જિલ્લાનું વહીવટ તંત્ર વડાપ્રધાન ના કાર્યક્રમને લઈને વ્યસ્ત બન્યું છે.


સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે વડાપ્રધાનનો કાર્યક્રમ તારીખ 20/10/ 2022 ના રોજ નક્કી કરવામાં આવ્યું છે, હાલ જિલ્લા કલેકટર વડાપ્રધાનની આગામી બેઠક માટે તાડામાર તૈયારીઓમાં કામે લાગ્યા છે. વડાપ્રધાનના કાર્યક્રમનાં સભાસ્થળ ઉપર 50 હજાર જેટલા લોકોને ભેગા કરવા માટે વિશાળ મંડપ તેમાં જ ત્રણ જેટલાં હેલીપેડ બનાવવા માટે જગ્યા ની સફાઈ પણ આરંભી દીધી છે. ગુજરાત સ્ટેટ આર.એન.બી વિભાગને મંડપની જવાબદારી તેમજ જિલ્લા પંચાયત માર્ગ પાર્કિંગની જવાબદારી તેમજ સ્થળે ઉપર લોકોને લાવવા અને લઈ જવાની જવાબદારી જિલ્લા કલેકટર જાતે સાંભળશે. જ્યારે જિલ્લાના તમામ અધિકારીઓને મંગળવારના રોજ બોડેલી ખાતે મિટિંગ રાખવામાં આવી છે. કોઈપણ અધિકારી ગેરહાજર નહીં રહી શકે. સાથે દિવાળીને માંડ 15 દિવસનો સમય બાકી છે ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમ દિવાળી નજીક આવતા અધિકારીઓની દિવાળીની તૈયારીમાં પણ ભંગ પડ્યો છે.