બેઠક/ PM મોદીની આજે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક , કોરોનાની સ્થિતિ અને પગલાંની સમીક્ષા

દેશમાં કોરોનાવાયરસના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદી આજે ફરી એક વખત મુખ્ય મંત્રીઓ સાથે બેઠક યોજવા જઇ રહ્યા છે.જેમા દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેઓ જોડાઈ

Top Stories India
pm meeting PM મોદીની આજે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક , કોરોનાની સ્થિતિ અને પગલાંની સમીક્ષા

દેશમાં કોરોનાવાયરસના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદી આજે ફરી એક વખત મુખ્ય મંત્રીઓ સાથે બેઠક યોજવા જઇ રહ્યા છે.જેમા દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેઓ જોડાઈ રહ્યા છે.ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ બેઠકમાં જોડાશે અને રાજ્યની સ્થિતિ અંગે સમીક્ષા આપશે.

વેક્સિનેશન / દિલ્હી એમ્સ ખાતે PM મોદીએ વેક્સિનનો બીજો ડોઝ લીધો,ટ્વીટ કરી આપી જાણકારી

દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ બાદ કેન્દ્ર સરકાર ફરી એકવાર એલર્ટ મોડમાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન અધ્યક્ષતામાં મંગળવારે એક બેઠક અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનોની સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં અપડેટ્સ પ્રાપ્ત થયા બાદ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 એપ્રિલે વધતી કોરોના અને રસીકરણના મુદ્દાઓ પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે.

બળિયો બાહુબલી / પંજાબમાં જે ગંભીર બિમારીઓથી પીડિત હતો અંસારી, તે તમામ બીમારીઓ ગાયબ,15 કલાકમાં રિપોર્ટ નીલ…!

નોંધપાત્ર વાત એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉચ્ચ અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા માટે બેઠક યોજી હતી. વડા પ્રધાન મોદીએ કોરોના ચેપને રોકવા માટે પાંચ મુદ્દાની રણનીતિની જરૂરિયાત એટલે કે પરીક્ષણ, ટ્રેસિંગ, સારવાર, યોગ્ય કોવિડ વર્તન અને રસીકરણની જરૂર જણાવી છે અને વધુ કેસો આવી રહ્યા છે તેવા રાજ્યોમાં કેન્દ્રીય ટીમો મોકલવાનો નિર્દેશ આપ્યો છે.

રાજકારણ / રંગ બદલતું રશિયા, ભારત પર દબાણ લાવવા પાકિસ્તાન અને ચીનને ઢાલ બનાવે છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…