PM Modi/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની 15 લાખ પેજ સમિતિને બિરદાવી, પેજ પ્રમુખોને લખ્યો પત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીનો હંમેશા એક કાર્યકર્તાની જેમ પ્રચાર કરતા જોવા મળે છે. સાથોસાથ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે તેઓના નવતર પ્રયોગો આંખે ઊડીને વળગે તેવા હોય છે.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની

Top Stories
modi latter વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની 15 લાખ પેજ સમિતિને બિરદાવી, પેજ પ્રમુખોને લખ્યો પત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીનો હંમેશા એક કાર્યકર્તાની જેમ પ્રચાર કરતા જોવા મળે છે. સાથોસાથ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે તેઓના નવતર પ્રયોગો આંખે ઊડીને વળગે તેવા હોય છે.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છ મહાનગરપાલિકાઓ માટે જોરશોરથી પ્રચાર પસાર શરૂ કરવામાં આવ્યો છે. ભાજપ  દ્વારા 6 મહાનગરપાલિકાઓમાં વિજય મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે PM નરેન્દ્ર મોદીએ15 લાખ પેજ સમિતિને સંબોધીને પત્ર લખ્યો છે. અને ચૂંટણી પહેલાં તે લોકોની કામગીરીને બિરદાવી છે.

pm latter to pagepramukh 1 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની 15 લાખ પેજ સમિતિને બિરદાવી, પેજ પ્રમુખોને લખ્યો પત્ર

 

pride / મોરનાં ઇંડા ચીતરવા ન પડે, પિતા ભાજપના ઉમેદવાર, માતા મિસિસ ઇન્ડિયા ગુજરાત અને દીકરો બન્યો લીટલ સ્ટાર પ્રચારક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે, પેજ પ્રમુખ એ આપણા પક્ષના પરંપરાગત લોકસંપર્ક અભિયાનનું જ નવતર સ્વરૂપ છે. ચૂંટણી એ જન ગણના મન સુધી પહોંચવાનું નિમિત્ત માત્ર છે. જેના દ્વારા ઘર ઘરના સભ્યોને, પરિવારોને ભારતીય જનતા પક્ષ સાથે જોડાવાનો અવસર પ્રાપ્ત થાય છે. પેજ કમિટી પ્રણાલી એ એકસૂત્ર માળા જેવી છે. જેમાં મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, પ્રદેશ પ્રમુખ, વરિષ્ઠ કાર્યકરો, યુવાઓ, મહિલાઓ, ખેડૂતો, વેપારીઓથી માંડી છેવાડાના શ્રમિક સુધીના તમામ વર્ગના સભ્યો જનસંપર્કમાં સરખા ભાગીદાર બને છે અને પક્ષમાં એક બૃહદ પરિવારની ભાવના સુદ્રઢ થાય છે. લોકોની સમસ્યા અને પ્રશ્નોને સમજવા લોકો વચ્ચે જવું અને વિવિધ પ્રશ્નો તેમજ સમસ્યાઓના ઉકેલ માટે રજૂઆત કરવાની પ્રક્રિયા આ કડી મજબૂત બનાવે છે અને વિકાસગાથાના નવા નવા પ્રકરણો ઉમેરી શકાય છે. 15 લાખ પેજ સમિતિ દ્વારા 2.25 કરોડ મતદારો સુધી પહોંચવાનું એક ભગીરથ કાર્ય એક એક ટીપાથી સમુદ્ર ભરવા જેવું ધીરજ માંગી લે એવું અભિયાન છે.

Political / ઉન્નાવ મામલે રાહુલ-પ્રિયંકાએ યોગી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

લોકશાહીનો ધબકાર મતદાર હોય છે. પેજ કમિટી-મહાજન સંપર્ક અભિયાન મતદારને મતદાન કરવા માટે પ્રોત્સાહન આપનારું છે અને આ રીતે લોકશાહીના મૂલ્યોને સુદ્રઢ કરવામાં મહત્વનો ફાળો આપશે. લોકોની આકાંક્ષા અને અપેક્ષાઓને સમજવી અને એના પર ખરા ઉતરવું એ કર્મનિષ્ઠ અને સંવેદનશીલ કાર્યકરની નૈતિક ફરજ બને છે.ગુજરાત અને ભારતીય જનતા પક્ષનો આરંભથી જ અતૂટ નાતો રહ્યો છે. ગુજરાતની જનતા જનાર્દને ભારતીય જનતા પાર્ટી પર સદૈવ માતૃત્વવત નિઃશ્વાર્થ સ્નેહ વરસાવ્યો છે. ગુજરાત મક્કમ, ભાજપ અડીખમ સૂત્ર જ નહીં ભાજપ ગુજરાતના સંબંધની હ્રદયની છબિ છે. મને ખારતી છે કે, પરસ્પર વિશ્વાસની આ ગંગા નિરંતર વહેતી રહશે. મહાભારતમાં અર્જુનને જેમ માત્ર પક્ષીની આંખ દેખાતી હતી એમ આપણા માટે છેવાડાના માણસના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે એવું લક્ષ્ય હોવું જોઈએ.મહાનગર પાલિકા-પંચાયતી રાજની ચૂંટણીમાં પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા તમામ ઉમેદવારો અને કાર્યકરોને લોકશાહીના આ પાવન પર્વની નિમિત્તે શુભકામના. સંકલ્પબદ્ધ સમાજ અને રાષ્ટ્ર નિર્માણની મશાલ સાથે સૌ ન્યૂ ઈન્ડિયાની યાત્રામાં સહભાગી થઈએ.

પુનઃ સૌ કાર્યકર મિત્રોનું અભિવાદન કરું છું અને ઝળહળતી સફળતા માટે શુભેચ્છા પાઠવું છું.

ભારત માતાકી જય

OMG! / ગજબનું લાંબુ ફેમિલી પ્લાનિંગ,23 વર્ષની ઉંમરે 11 બાળકોની માતા બની ક્રિસ્ટીના, 105નું લક્ષ્યાંક

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…