Gujarat/ PM નરેન્દ્ર મોદીએ કેવડિયામાં યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથે કરી મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આ ગુજરાત પ્રવાસના બીજા દિવસે એટલે કે તારીખ 20 ઑક્ટોબરના રોજ તેઓ કેવડિયા પહોંચ્યા હતા

Top Stories Gujarat
1 135 PM નરેન્દ્ર મોદીએ કેવડિયામાં યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથે કરી મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આ ગુજરાત પ્રવાસના બીજા દિવસે એટલે કે તારીખ 20 ઑક્ટોબરના રોજ તેઓ કેવડિયા પહોંચ્યા હતા. કેવડિયામાં તેઓ પ્રથમ વખત UNના મહાસીચવ એન્ટોનિયો ગુટેરેસની સાથે ખાસ બેઠકમાં ભાગ લેવાના છે. ખાસ વાત એ છે આ બેઠકમાં અન્ય દેશના રાજદૂતો પણ ભાગ લેવાના છે. કેવડિયા ખાતેથી મિશન લાઈફનું લૉન્ચિગ થશે. ગુજરાત રાજ્યના ઈતિહાસમાં પહેલી વખત એવું બનશે કે, UNના મહાસચીવ ગુજરાતમાંથી કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે.આ સાથે સંયુક્ત રાષ્ટ્રના સચિવ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી.

એકતાનગરમાં  કુલ 120 જુદા જુદા દેશના રાજદૂત ખાસ હાજરી આપશે. આ કોન્ફરન્સમાં પર્યાવરણ અને સુરક્ષા સંબંધીત મુદ્દાઓની ચર્ચા વિચારણા થશે. વડાપ્રધાન મોદી સાથે ગુજરાતમાં મહાસચીવની આ દ્વીપક્ષીય બેઠક છે. જોકે, આ પહેલા કચ્છમાં દેશભરના DGની મોટી મિટ યોજાઈ હતી. એ પછી કેવડિયાના એકતાનગરમાં આ બીજી મોટી અને આંતરરાષ્ટ્રીય મિટનું આયોજન કરાયું છે.

શું છે મિશન લાઈફ

2021માં ગ્લાસગોમાં COP26 ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ અભિયાન શરૂ કરવામાં આવી હતી. વડાપ્રધાને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવીને પર્યાવરણને બચાવવા માટે આંદોલનમાં જોડાવા વૈશ્વિક નેતાઓને આહ્વાન કર્યું હતું. આજે આ જીવન મિશન શરૂ કરવામાં આવશે.

પીએમ મોદીએ સવારે 9:45 કલાકે કેવડિયા ખાતે મિશન લાઇફ લોન્ચ કર્યું. 12 વાગ્યે કેવડિયા ખાતે મિશન પ્રમુખોની 10મી કોન્ફરન્સમાં ભાગ લેશે. આ દરમિયાન 120 દેશોના રાજદૂતો હાજર રહેશે. પીએમ મોદી તાપી જિલ્લાના વ્યારા ખાતે બપોરે 3.45 કલાકે રૂ. 1970 કરોડના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પીએમ મોદીની સાથે યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ ગુજરાતના કેવડિયાના એકતા નગરમાં મિશન લાઈફ (પર્યાવરણ માટે જીવનશૈલી)માં ભાગ લેશે. આ દરમિયાન, બુકલેટનો લોગો અને ટેગલાઈન લોન્ચ કરવામાં આવશે. PM નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે થી મિશન લાઈફની શરૂઆત કરી. આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસ પણ હાજર રહ્યાં