Video/ તિરંગા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભૂતપૂર્વ સન્માન, BRICS સંમેલનમાં જોવા મળ્યો નજારો

પીએમ મોદી જ્યારે પોતાની સીટ લેવા પહોંચ્યા તો તેમની નજર જમીન પર પડેલા તિરંગા પર પડી. આ જોઈને તેમણે નમસ્કાર કર્યા અને તિરંગો ઉપાડ્યો. રસપ્રદ વાત એ છે કે તેમની સાથે હાજર સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસાએ પોતાના દેશના ધ્વજ પર પગ મૂક્યો હતો.

Top Stories World
Untitled 193 9 તિરંગા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભૂતપૂર્વ સન્માન, BRICS સંમેલનમાં જોવા મળ્યો નજારો

બ્રિક્સ સમિટમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા પહોંચેલા પીએમ મોદીનું તિરંગા માટેનું  સન્માન જોવા મળ્યું. આ ઘટના ત્યારે બની જ્યારે વિવિધ દેશોના વડાઓ તેમની જગ્યા લેવા માટે મંચ પર પહોંચી રહ્યા હતા. રાજ્યોના વડાઓની જગ્યા નક્કી કરવા માટે તે દેશોના ધ્વજ ત્યાં રાખવામાં આવ્યા હતા. પીએમ મોદી જ્યારે પોતાની સીટ લેવા પહોંચ્યા તો તેમની નજર જમીન પર પડેલા તિરંગા પર પડી. આ જોઈને તેમણે નમસ્કાર કર્યા અને તિરંગો ઉપાડ્યો. રસપ્રદ વાત એ છે કે તેમની સાથે હાજર સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસાએ પોતાના દેશના ધ્વજ પર પગ મૂક્યો હતો. જ્યારે તેમણે પીએમ મોદીને ધ્વજ ઉઠ્વતા જોયા તો તેઓ પણ પોતાના દેશનો ધ્વજ ઊંચકવા માટે નમી ગયા.

તિરંગો ઉઠાવ્યા બાદ પીએમ મોદીએ તેને પોતાના ખિસ્સામાં રાખ્યો હતો. આ પછી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ પણ પોતાના દેશનો ધ્વજ ઉઠાવ્યો હતો. આ જોઈને એક સ્વયંસેવક સ્ટેજ પર પહોંચ્યો અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ તેને તેમનો ધ્વજ આપ્યો. સ્વયંસેવકે પીએમ મોદીને તેમના ધ્વજ માટે પણ પૂછ્યું. ત્યાં સુધી પીએમ મોદીએ તિરંગો પોતાના ખિસ્સામાં મૂકી દીધો હતો અને આપવાનો ઇનકાર કર્યો હતો. આ રીતે પીએમ મોદીએ બતાવ્યું કે તેઓ પોતાના દેશના રાષ્ટ્રધ્વજને સંપૂર્ણ સન્માન આપે છે અને તેને બીજાને આપવાને બદલે પોતાની પાસે રાખવાનું પસંદ કરે છે.

જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દક્ષિણ આફ્રિકામાં ‘બ્રિક્સ લીડર્સ રિટ્રીટ’માં હાજરી આપી હતી. આ દરમિયાન, તેમણે પાંચ દેશોના જૂથના અન્ય નેતાઓ સાથે મુખ્ય વૈશ્વિક વિકાસની ચર્ચા કરી અને આંતરરાષ્ટ્રીય પડકારોનો ઉકેલ શોધવા માટે BRICS પ્લેટફોર્મનો લાભ ઉઠાવ્યો. પીએમ મોદી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની ચાર દિવસની મુલાકાતે મંગળવારે જહાનિસબર્ગ પહોંચ્યા. જહાનિસબર્ગમાં, તેઓ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મતમેલા સિરિલ રામાફોસાના આમંત્રણ પર 22 થી 24 ઓગસ્ટ દરમિયાન યોજાનારી 15મી BRICS લીડર્સ સમિટમાં ભાગ લેશે. કોવિડ-19 વૈશ્વિક રોગચાળાને કારણે 2019 પછી BRICS નેતાઓની આ પ્રથમ સામ-સામે સમિટ છે. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:ભારતમાં પડી રહ્યો છે વરસાદ, ચંદ્ર પર કેવું છે હવામાન? વિક્રમના લેન્ડિંગ પહેલા જાણો રહસ્ય

આ પણ વાંચો:PM મોદી દક્ષિણ આફ્રિકામાં નિહાળશે ચંદ્રયાન-3નું લાઈવ લેન્ડિંગ, વર્ચ્યુઅલ રીતે ISROમાં સાથે જોડાશે

આ પણ વાંચો:એક ક્લિકમાં વાંચો ચંદ્રયાનન-3 ની સંપૂર્ણ વિગત

આ પણ વાંચો:ચંદ્રયાન 3 ના ઉતરાણ પહેલા શાળાના બાળકોમાં ભારે ઉત્સાહ, યુપીમાં જોવા મળ્યો અદ્ભુત નજારો