conference/ બ્રિક્સ સંમેલનમાં PM મોદીના સખ્ત તેવર કહ્યું- આતંકને પ્રોત્સાહન આપનારા દેશો  સામે કડક પગલા લેવા જોઈએ…

વડા પ્રધાન મોદી મંગળવારે બ્રિક્સ દેશોના સંમેલનમાં ભાગ લીધા હતા. મોદીએ કહ્યું, “આતંકવાદ એ આજે ​​દુનિયાની સામેની સૌથી મોટી સમસ્યા છે. અમે ખાતરી કરીશું કે આતંકવાદને ટેકો આપનારા દેશો જ તેના માટે જવાબદાર ગણાય અને સમસ્યા સામે ઓર્ગનાઈઝડ રીતે લડવું જોઈએ.

Top Stories India
keshod 8 બ્રિક્સ સંમેલનમાં PM મોદીના સખ્ત તેવર કહ્યું- આતંકને પ્રોત્સાહન આપનારા દેશો  સામે કડક પગલા લેવા જોઈએ...

વડા પ્રધાન મોદી મંગળવારે બ્રિક્સ દેશોના સંમેલનમાં ભાગ લીધા હતા. મોદીએ કહ્યું, “આતંકવાદ એ આજે ​​દુનિયાની સામેની સૌથી મોટી સમસ્યા છે. અમે ખાતરી કરીશું કે આતંકવાદને ટેકો આપનારા દેશો જ તેના માટે જવાબદાર ગણાય અને સમસ્યા સામે ઓર્ગનાઈઝડ રીતે લડવું જોઈએ.

બ્રિક્સ વર્ચ્યુઅલ સમિટમાં મોદીએ કહ્યું, “ભારત અને દક્ષિણ આફ્રિકાએ કોવિડ -19 રસી સારવાર અને સ્ક્રિનિંગ કરાર કર્યા છે. તેમાં માફીનો પ્રસ્તાવ મૂક્યો છે. અમને આશા છે કે બ્રિક્સના બાકીના દેશો પણ તેનો ટેકો આપશે. ડિજિટલ હેલ્થ અંગે ભારત સહકાર વધારવાનું કામ કરશે.

રેલ્વેના ખાનગીકરણને મોટો આંચકો, તેજસ ટ્રેનને નથી મળી રહ્યા પેસેન્જર, આટલા રૂટ બંધ

ભારતની અધ્યક્ષતામાં આગામી બ્રિક્સ સંમેલન

બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા શામેલ છે. આ વખતે કોન્ફરન્સની થીમ ‘ગ્લોબલ સસ્ટેનેબિલિટી, શેર્ડ સિક્યુરિટી એન્ડ ઇનોવેશન ડેવલપમેન્ટ’ છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત આગામી બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરશે. 2021 માં ભારત 13 મી બ્રિક્સ સમિટનું આયોજન કરશે. અગાઉ ભારતે 2012 અને 2016 માં બ્રિક્સ દેશોની સમિટની અધ્યક્ષતા સંભાળી છે.

ધારાસભ્ય દેવાભાઈ માલમનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝિટિવ

બ્રિક્સ સંમેલનમાં પરસ્પર સહયોગ અને આતંકવાદ, વેપાર, આરોગ્ય, ઉર્જા તેમજ કોરોના રોગચાળાને કારણે થયેલા નુકસાન માટે વળતર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઉપરાંત બ્રાઝિલના રાષ્ટ્રપતિ, જેર બોલ્સોનારો અને રશિયાના રાષ્ટ્રપતિ, વ્લાદિમીર પુટિન ઉપસ્થિત રહ્યા હતા.

ભારત અને ચીન વચ્ચેના તણાવ દરમિયાન બ્રિક્સ સંમેલન યોજાયું

બ્રિક્સ સંમેલન એવા સમયે યોજવામાં આવ્યું છે જ્યારે તેના બે મુખ્ય સભ્ય દેશો, ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં તણાવ રહે છે. જો કે, બંને પક્ષ હવે –ઉંચાઈવાળા વિસ્તારોમાંથી સૈનિકોને ખસેડવાના પ્રસ્તાવ પર કામ કરી રહ્યા છે.

“હેટ ક્રાઇમ”માં વધારો, FBIએ આંકડા રજૂ કર્યા, આવો જાણીએ શું છે “હેટ ક્રાઈમ…?

પાછલા મહિનામાં આ બીજી વખત છે જ્યારે મોદી અને જિનપિંગ વીડિયો કોલ પર સામ-સામે આવ્યા છે. ગત સપ્તાહે બંનેએ શાંઘાઈ સહકાર સંસ્થાની બેઠકમાં ભાગ લીધો હતો. કોરોનાને લીધે, આ વખતે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.