પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેંકને લઇને ખાતાધારકો છેલ્લા ઘણા સમયથી હેરાન પરેશાન થઇ ગયા છે. પોતાની જ નાણાં નિકાળવામાં અસમર્થ બની ગયેલા આ ખાતાધારકોનું ધૈર્ય હવે જવાબ આપી રહ્યુ છે. વળી બીજી તરફ માહિતી મળી રહી છે કે આ બેંકનાં એક અન્ય ખાતાધારકનું સોમવારે અવસાન થયું છે. મૃતકની ઓળખ એન્ડ્ર્યૂ લોબો તરીકે થઈ છે.
લોબો પીએમસી બેંકનાં આઠમા ખાતાધારક છે જેનું કૌભાંડ બહાર આવ્યા પછી મોત નીપજ્યું હતું. લોબો પીએસએમઆઈ બેંકની મુલુંડ શાખાનાં ખાતાધારક હતા. એન્ડ્ર્યૂ લોબોનાં મિત્રો અને પરિવારજનોનો દાવો છે કે સારવાર માટે સમયસર નાણાં ન મળવાનાં કારણે તેનું મોત નીપજ્યું હતું.
લોબોનાં પરિવારનાં સદસ્ય ક્રિસે જણાવ્યું કે એન્ડ્ર્યૂએ નિવૃત્તિ પછી મુલુંડમાં પોતાનો વ્યવસાય અને ઘર વેચી દીધું હતું. વ્યવસાય વેચવાથી મળેલી રકમ અને મકાન જે આશરે 26-30 લાખ રૂપિયા હતું તેને પીએમસી બેંકમાં જમા કરાવ્યું હતું. લોબો બેંકનાં વ્યાજમાંથી દવાઓ અને વ્યાજની વસ્તુઓ ચૂકવતા હતા. ક્રિસે જણાવ્યું હતું કે થોડા મહિના પહેલા એન્ડ્ર્યૂને ફેફસામાં ચેપ લાગ્યો હતો અને તેની સારવાર ચાલી રહી હતી.
ક્રિસે કહ્યું કે, પીએમસી કૌભાંડનાં કારણે લોબોનાં સબંધીઓ વૃદ્ધ દંપતીની વધુ મદદ કરી શક્યા ન હોતા, કારણ કે તેઓનું પણ પીએમ બેંકમાં ખાતું હતું. ક્રિસે જણાવ્યુ કે, ઓક્સિજન મશીનો ખૂબ ખર્ચાળ છે અને અમે તે ખરીદી શક્યા નહીં. અમે કોઈ રીતે મિત્રો પાસેથી પૈસા એકઠા કર્યા અને ઓક્સિજન સિલિન્ડર મેળવ્યાં. તેમની અને તેમની પત્નીની દવાઓની કિંમત ઘણી હતી, પરંતુ તેઓને બેંકમાંથી ફક્ત 40 હજાર રૂપિયા મળી શક્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
