Ahmedabad Gaming Zone/ અમદાવાદમાં સીલ થયેલા ત્રણેય ગેમ ઝોનના સંચાલકો સામે થશે પોલીસ કાર્યવાહી

રાજકોટ ગેમિંગ ઝોનના અગ્નિકાંડ પછી તંત્ર હરકતમાં આવી ગયું છે. અમદાવાદમાં પણ તંત્રની ઊંઘ ઉડતા શહેરમાં આવેલા ગેમ ઝોનમાં ફાયર બ્રિગેડ, ઇલેક્ટ્રિસિટી, પોલીસની જુદી-જુદી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

Gujarat Ahmedabad Rajkot Breaking News
Beginners guide to 2024 05 28T170312.323 અમદાવાદમાં સીલ થયેલા ત્રણેય ગેમ ઝોનના સંચાલકો સામે થશે પોલીસ કાર્યવાહી

અમદાવાદઃ રાજકોટ ગેમિંગ ઝોનના અગ્નિકાંડ પછી તંત્ર હરકતમાં આવી ગયું છે. અમદાવાદમાં પણ તંત્રની ઊંઘ ઉડતા શહેરમાં આવેલા ગેમ ઝોનમાં ફાયર બ્રિગેડ, ઇલેક્ટ્રિસિટી, પોલીસની જુદી-જુદી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં 35 ગેમ ઝોન પૈકી ચાર પાસે એનઓસી જ ન હોવાનો રિપોર્ટ કમિટીએ કર્યો છે.

એનઓસી વગર સીલ કરવામાં આવેલા ચારેય ગેમ ઝોનના સંચાલકો સામે હવે અમદાવાદ પોલીસ ગુનો નોંધી ફોજદારી કાર્યવાહી કરશે. તંત્રની કાર્યવાહી પગલાંની ગંધ આવી ગઈ હોય તેમ અનેક ગેમ ઝોનના સંચાલકે પોલીસનો દરોડો પહેલા રાતોરાત પાટીયા પાડી દીધુ હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની ઘટના પછી રાજ્યમાં બધા ગેમ ઝોન બંધ કરાયા હતા. ફાયર બ્રિગેડ એસ્ટેટ વિભાગ, પોલીસ વિભાગ, ફોરેન્સિક વિભાગ સહિતના છ સબ્યોની ટીમને સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી.

અમદાવાદના પરવાનગી વગરના ગેમઝોનમાં આનંદનગર સીમ હોલમાં આવેલા ગેમ ઝોન, ચાંદલોડિયામાં આવેલો જોય એન્ડ જોય, ઘુમા આવેલા જોય બોક્સ, આરોહી રોડ પર આવેલા ફોન ઝોનન સમાવેશ થાય છે. આ ચારેય ગેમ ઝોન સીલ કરવાની સાથે પોલીસ ફરિયાદ માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદમાં ગેરકાયદેસર રીતે ચાલતા ૧૦ થી વધુ ગેમ ઝોનના સંચાલકોએ રાજકોટની ઘટના બાદ રાતોરાત ગેમ ઝોન ખાલીને કરીને તમામ સામાન હટાવી દીધો હતો. જેમાં કેટલાંક ગેમઝોનના સંચાલકોએ તેમના ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મના એકાઉન્ટ પણ બંધ કરી દીધા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગેમઝોન કાંડનો વધુ એક આરોપી ઝડપાયો, વધુ ખુલાસા થવાની સંભાવના

આ પણ વાંચો:  ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલી નાખતુ રેમલ વાવાઝોડું, જુનના પહેલા સપ્તાહથી આવશે વરસાદ

આ પણ વાંચો: અમદાવાદમાં 11 સાયન્સ માટે 9 હજારથી વધુ બેઠકો પર પ્રવેશ કાર્યક્રમ જાહેર

આ પણ વાંચો: ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર અરજીઓની સંખ્યા પાંચ લાખને વટાવી ગઈ