Not Set/ હેલ્મેટ કે કારમાં સીટ બેલ્ટ બાંધીને જજો… !! નહીં તો ભરવો પડશે ભારે દંડ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વધતાં રોડ અકસ્માતનું પ્રમાણ ઘટાડવા માટે ફરી એકવાર ટ્રાફિકને લગતા નિયમોના કડકાઈથી પાલન અંગે  સૂચનાઓ આપવામાં આવી છે.

Gujarat Others Trending
Untitled 2 11 હેલ્મેટ કે કારમાં સીટ બેલ્ટ બાંધીને જજો... !! નહીં તો ભરવો પડશે ભારે દંડ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વધતાં રોડ અકસ્માતનું પ્રમાણ ઘટાડવા માટે ફરી એકવાર ટ્રાફિકને લગતા નિયમોના કડકાઈથી પાલન અંગે  સૂચનાઓ આપવામાં આવી છે. હવે હેલ્મેટ કે કારમાં સીટ બેલ્ટ વિના વાહન ચલાવવું ભારે પડી શકે છે.  સીટ બેલ્ટ અને હેલ્મેટ વગરના લોકો પાસેથી દંડ વસુલ કરવામાં આવશે. હવે ફરજીયાત હેલ્મેટ અને સીટબેલ્ટ વાહનચાલકોએ બાંધવો પડશે. આ અંગે હવે ગુજરાત પોલીસ ટ્રાફિક ડ્રાઇવ કરશે. જે 6 માર્ચથી 15 માર્ચ સુધી ટ્રાફિક ડ્રાઇવનો આદેશ અપાયો છે. રાજ્યના સ્ટેટ ટ્રાફિક બ્રિગેડના આઈજી પિયુષ પટેલે આ મામલે પરિપત્ર જારી કર્યો છે.

આ પરિપત્રમાં ટ્રાફિક નિયમ ભંગ કરનાર સામે કડક પગલા લેવા આદેશ આપ્યા છે. રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા માટે તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે ગુજરાત પોલીસને આદેશ કરવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક પીયૂષ પટેલ એસ.ટી.બી. ગુજરાત રાજ્યએ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાના પોલીસ કમિશનરને ઉદ્દેશીને હેલમેટના નિયમ ભંગ તથા સીટ બેલ્ટ ભંગના કેસ મામલે ડ્રાઈવ યોજવા આદેશ આપ્યો છે.

આ સમયે જોઈ કોઈ વાહન ચાલકે હેલ્મેટ વિના કે પછી કારનો સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોય તો દંડ થશે. આ વિશેષ ડ્રાઇવ આખા ગુજરાતમાં શરૂ કરવામાં આવશે. જે અન્વયે પોલીસને એવી સૂચના આપવામાં આવી છે કે હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમનો ભંગ કરવાના વધુમાં વધુ કેસમાં કરવામાં આવશે.

સાંસદ રીટા બહુગુણા જોશીના પુત્ર મયંક SPમાં જોડાયા, અખિલેશ યાદવે આપી માહિતી

યુક્રેનથી પરત આવેલા MBBS વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, ભારતમાં ઈન્ટર્નશિપ કરી શકશે, NMCએ આપી મંજૂરી