સાબરકાંઠા પેપરલીકમાં પાંચ શખ્સો પર સકંજો
હેડ કલાર્ક પેપરલીકમાં વધુ પાંચ શખ્સોની ધરપકડ
મુખ્ય આરોપીની ભાઇ સંજય પટેલની ધરપકડ
પ્રાંતિજ-ઇડરમાંથી પાચ શખ્સોની ધરપકડ
અગાઉ ઝડપાયેલ 12 આરોપીને કોર્ટમાં રજૂ કરાશે
વધુ તપાસ માટે પોલીસ દ્વારા રિમાન્ડની માંગ કરાશે
પોલીસે અત્યાર સુધી 28 આરોપીની કરી ધરપકડ
ગુજરાતમાં પેપરલીક મામલે પાંચ શખ્સોની પોલીસે કરી ધરપકડ.આ પેપર કેસમાં હજી પણ ધરપકડનો ધમધામટ ચાલુ
છે, પોલીસ આ કેસ મામલે મૂળીયા સુધી પહોચ્વા માંગે છે. હાલ પાલીસે પાંચ શખ્સોને પકડ્યા છે. હેડકલાર્ક પેપરલીક મામલે મુખ્ય આરોપી ના ભાઇ સંજ્ય પટેલની ધરપકડ કરવામાં આવી છે,આ તમામ પાંચ આરોપીઓને પ્રાંતિજ-ઇડરમાંથી પકડવામાં આવ્યા છે. આગાઉ પકડાયેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ કેસ મામલે પોલીસ વધુ તપાસ અર્થે રિમાન્ડની માંગ કરશે. પોલીસે આ કેસમાં અત્યાર સુધી 28 લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં હજુપણ અનેક મોટા માથાઓની ધરપકડ થવાની શક્યતા રહેલી છે.
