આજે સમગ્ર વિશ્વમાં કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો કહેર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુરોપની ઘણા દેશ આ નવા વેરિઅન્ટની ઝપટમાં આવી રહ્યા છે. ખાસ કરીને અમેરિકા અને બ્રિટેનમાં કોરોનાએ લોકોનું જીવવું મુશ્કિલ બનાવી દીધુ છે. વળી બીજી તરફ ભારતની વાત કરીએ તો અહી કોરોનાનાં દૈનિક કેસમાં ઉતાર-ચઢાવ યથાવ છે.
આ પણ વાંચો – Night Curfew / રાજ્યમાં કર્ફ્યુની પ્રથમ રાત્રિએ જ નિયમભંગ, પોલીસે વાહનચાલકો પાસેથી વસૂલ્યો મસમોટો દંડ
આપને જણાવી દઇએ કે, વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસ વધીને 27.99 કરોડથી વધુ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 53.9 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 8.94 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ આંકડા જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા શેર કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ સોમવારે સવારે તેના નવા અપડેટમાં જણાવ્યું હતું કે, વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે વધીને 279,906,569, 5,399,781 અને 8,949,398,777 થઈ ગઈ છે. રહી છે. વળી ભારતમાં કોરોનાનાં નવા કેસોમાં ઉતાર-ચઢાવ યથાવત છે. જો કે અહી ઓમિક્રોનનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં આ વેરિઅન્ટનાં સૌથી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, સોમવારે ભારતમાં કોરોના વાયરસનાં 6,531 નવા કેસ નોંધાયા હતા અને 315 લોકોનાં મોત થયા હતા. જેનાથી કુલ સક્રિય કેસ 75,841 અને મૃત્યુઆંક 4,79,997 પર પહોંચી ગયો છે. દેશમાં આ મહામારીમાંથી 34,237,495 લોકો ઠીક થયા છે, જેનાથી રિકવરી રેટ 98.40% થઈ ગયો છે. દેશમાં મૃત્યુ દર હજુ પણ 1.38% પર છે, જ્યારે સક્રિય દર 0.22% છે. કેરળ (268) માં ભારતમાં મૃત્યુનાં સૌથી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં ઓમિક્રોન કેસની સંખ્યા વધીને 578 થઈ ગઈ છે અને ઓછામાં ઓછા 151 ઠીક થઈ ગયા છે. દેશમાં ઓમિક્રોનનાં સૌથી વધુ કેસ દિલ્હીમાં 142 અને મહારાષ્ટ્રમાં 141 નોંધાયા છે. કેરળમાં 57 અને ગુજરાતમાં 49 કેસ છે. આ સાથે તે દેશનાં લગભગ 19 રાજ્યોમાં પહોંચી ગયું છે.
COVID19 | India reports 6,531 new cases and 7,141 recoveries reported in the last 24 hours. Active caseload currently stands at 75,841. Recovery Rate currently at 98.40%
Omicron case tally stands to 578. pic.twitter.com/Am7MvokCm9
— ANI (@ANI) December 27, 2021
આ પણ વાંચો – Covid-19 Update / આજે રાજ્યમાં ઓમિક્રોને રાખી રજા, એકપણ કેસ નહીં, તો કોરોનાનો કહેર યથાવત
દરમ્યાન, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં રવિવારે ઓમિક્રોન વેરિઅન્ટનાં પ્રથમ કેસ નોંધાયા હતા. રવિવારે દેશમાં 7,52,935 લોકોનો કોરોનાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ સાથે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 29,93,283 લોકોને રસી આપવામાં આવતા કુલ 1,41,70,25,654 રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિઅન્ટને પગલે, ભારતે શનિવારે 10 જાન્યુઆરીથી આરોગ્ય અને ફ્રન્ટલાઈન કર્મચારીઓ અને 60 વર્ષથી વધુ ઉંમરનાં લોકો માટે બૂસ્ટર ડોઝની જાહેરાત કરી હતી. મોડી રાત્રિનાં સંબોધનમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષની વયનાં બાળકોને રસીકરણની જાહેરાત કરી હતી.
