Surat News/ સુરતમાં ઇમારત ધરાશાયી થવાના કેસમાં પોલીસે બિલ્ડર સહિત ત્રણ સામે FIR

ગુજરાતના સુરતમાં છ માળની ઇમારત ધરાશાયી થવાના કેસમાં પોલીસે બિલ્ડર સહિત ત્રણ લોકો સામે ફોજદારી કેસ નોંધ્યો છે. તેમજ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Gujarat Surat Breaking News

Surat News: ગુજરાતના સુરતમાં છ માળની ઇમારત ધરાશાયી થવાના કેસમાં પોલીસે બિલ્ડર સહિત ત્રણ લોકો સામે ફોજદારી કેસ નોંધ્યો છે. તેમજ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરત મહાનગર પાલિકા હેઠળના પાલી ગામમાં શનિવારે 6 માળની ઈમારત ધરાશાયી થઈ હતી. ઘણી મહેનત બાદ એક મહિલાને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી, પરંતુ સાત લોકોના મોત થયા હતા.

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી છ માળની કૈલાશ રાજ રેસીડેન્સી કાટમાળમાં ગરકાવ થઈ ગઈ છે. આ બિલ્ડીંગમાં રહેતા લોકો શનિવારે બપોરે પોતાના ઘરે હતા ત્યારે અચાનક મકાન ધરાશાયી થઈ ગયું હતું. સુરત ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી.

બિલ્ડિંગ માલિક સહિત 3 લોકો વિરુદ્ધ FIR

ઘણી મહેનત બાદ એક મહિલાને કાટમાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. પરંતુ સાત લોકોના મોત થયા હતા. લગભગ 16 કલાકથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. ઉપરાંત, સુરત પોલીસે બિલ્ડિંગના માલિક રાજ કાકડિયા, તેની માતા રમીલા કાકડિયા અને બિલ્ડિંગના કેરટેકર અશ્વિન વેકરિયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 54 હેઠળ કેસ નોંધ્યો છે.

આરોપીને ખબર હતી કે મકાનની હાલત રહેવાલાયક નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, તપાસમાં જાણવા મળ્યું કે આરોપી જાણતો હતો કે બિલ્ડિંગની સ્થિતિ રહેઠાણ માટે યોગ્ય નથી. આમ છતાં આ લોકોએ ફ્લેટ ભાડે આપી દીધો હતો. એટલું જ નહીં, ભાડુઆતોએ સમારકામની ફરિયાદ પણ કરી હતી. પરંતુ આવતા વર્ષે સમારકામ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

એસીપી નિરવ ગોહિલે જણાવ્યું કે, બિલ્ડિંગના માલિક રાજ કાકડિયા હાલ અમેરિકામાં છે, જ્યારે તેની માતા કસ્ટડીની બહાર છે. પોલીસે આ કેસમાં કેરટેકર અશ્વિન વેકરિયાની ધરપકડ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે છ માળની આ ઈમારતમાં લગભગ 35 ફ્લેટ હતા. પરંતુ બિલ્ડીંગની હાલત જર્જરિત હોવા છતાં લોકોને ભાડે મકાનો આપવામાં આવ્યા હતા. આ કેસની તપાસ કરી રહેલી પોલીસ હવે કાટમાળના સેમ્પલ લેશે અને એફએસએલ કરાવશે. તેમજ આર એન્ડ બી વિભાગના નિષ્ણાતના રિપોર્ટના આધારે વધુ તપાસ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત સચિન બિલ્ડિંગ દુર્ઘટના: સાત લોકોના મોત નિપજ્યા, રેસ્કયૂ ઓપરેશન યથાવત્

આ પણ વાંચો: અમદાવાદમાં ભગવાન જગન્નાથને મામેરામાં શું આપવામાં આવ્યું

આ પણ વાંચો: સુરત બિલ્ડીંગ દુર્ઘટના: ફાયર માર્શલ વિકીએ કેવી રીતે બચાવી મહિલાને