arrests/ આઠ કલાક લાંબી પૂછપરછ બાદ કથિત તોડકાંડ મામલે યુવરાજસિંહની ધરપકડ, આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે

ડમીકાંડ મામલે ખુલાસો કરનારા યુવરાજસિંહ જાડેજા પર પૈસા લઈને નામ છુપાવવાના આક્ષેપ લાગ્યા હતા. જે બાદ આજે ભાવનગર પોલીસે તેમને પૂછપરછ માટે બપોરે 12 વાગ્યે બોલાવ્યા હતા

Top Stories Gujarat
9 16 આઠ કલાક લાંબી પૂછપરછ બાદ કથિત તોડકાંડ મામલે યુવરાજસિંહની ધરપકડ, આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે

ડમીકાંડ મામલે ખુલાસો કરનારા યુવરાજસિંહ જાડેજા પર પૈસા લઈને નામ છુપાવવાના આક્ષેપ લાગ્યા હતા. જે બાદ આજે ભાવનગર પોલીસે તેમને પૂછપરછ માટે બપોરે 12 વાગ્યે બોલાવ્યા હતા. તેમની 8 કલાકથી પણ વધુ લાંબી પૂછપરછ ચાલી જે બાદ આખરે તેમની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વિગતો મુજબ, યુવરાજસિંહ પર કલમ 388 અને 120B હેઠળ ફરિયાદ નોંધી છે. તેમના પર ડરાવી ધમકાવીને પૈસા પડાવવા, ગુનાહિત કાવતરું રચવાનો આક્ષેપ પોલીસે લગાવ્યો છે.

આ પહેલા પોલીસ સમક્ષ પૂછપરછ માટે જતા પહેલા યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. યુવરાજસિંહે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપનો ખેસ પહેરો એટલે સમન્સ નથી આવતું. વર્તમાનમાં અસત્યનો સત્ય પર હાવી થવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે અમે સાથ કોઠા વીંધી જે પણ સત્ય છે તે બહાર લાવવાંના પ્રયાસ કરી રહ્યા છીએ. કૌભાંડને દબાવવા અને છુપાવવા જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે. તેના પણ નામ આજે અમે ખુલા કરવાના છીએ. અમે ચાર નામ આપ્યા એમાંથી એક નામ હતું તેને પોલીસે હજુ પૂછપરછ માટે બોલાવ્યા પણ નથી. પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે.

જે પણ લોકો કૌભાંડને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજકીય મોટા માથા પણ પ્રયત્નશીલ છે. ભૂતકાળમાં પોતાની પાર્ટીમાં આવવા લોભ લાલચ આપી તેના પુરાવા પણ છે. જે અત્યારે આ કૌભાંડ દબાય તેવા પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે ડમી કાંડ 2004 થી ચાલતો મુદ્દો છે. જેમાં ઘણા બધા અધિકારીઓ બની ગયા છે. ગેઝેટેડ ઓફિસરો પણ આ ડમી કાંડથી બની ગયા છે. ઘણા લોકો મેડિકલ લાઇનમાં પણ જતાં રહ્યા છે. અમે જેતે સમયે ઉર્જા વિભાગની ભરતીમાં અવધેશ પટેલ અને અવિનાશ પટેલનું નામ આપ્યું હતું. તો તેની પૂછપરછ કેમ ન થઈ. ભાજપના નેતા જશુભાઇ ભીલનો વિડીયો વાયરલ થયો તેણે કેમ સમન્સ પાઠવવામાં ન આવ્યું? તે ભાજપનો ખેસ પહેરી બેઠા એટલે સમન્સ પાઠવવામાં નથી આવતું.

અવધેશ, અવિનાશ, હિરેન આ બધા બાંધકામ સમિતિના ચેરમેન, ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ આ બધા થઈ ને બેઠા છે એટલે સમન્સ પાઠવવામાં નથી આવતું. અત્યારે રાજકીય કિન્નાખોરી થઈ રહી છે. જો મારુ સમન્સ નીકળતું હોય તો અવધેશનું સમન્સ નીકળવું જોઇએ અવિનસનું સમન્સ નીકળવું જોઇએ જાશું ભીલનું સમન્સ નીકળવું જોઇએ તેની સાથે સાથે અસિત વોરાનું પણ સમન્સ નીકળવું જ જોઇએ અને સમન્સ પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વઘાણીનું પણ નીકળવું જોઇએ. પ્રદીપસિંહે 2019માં SIT માં સ્થાન આપ્યું હતું તો અત્યારે કેમ સ્થાન આપવામાં નથી આવતું.