Ahmedabad News : અમદાવાદ શગહેરમાં દિનપ્રતિદિન વધતા જતા ટ્રાફિકને કારણે કસ્માતના બનાવોનું પ્રમાણ પણ વધ્યું છે. ઘણા અકસ્માતમાં લોકોના મોત પણ નીપજે છે. NCRB દ્વારા પબ્લીશ કરાયેલા 2022 ના માર્ગ અકસ્માતના ડેટા મુજબ ભારતમાં 1,71,00 વ્યક્તિઓના મોત રોડ અકસ્માતમાં થયા હતા. જે પૈકી 77,876 એટલેકે 45.51. ટકા મૃત્યુ ટુ વ્હીલર ચાલકોના થયા હતા. ગુજરાતમાં 2022માં કુલ 7634 માણસોના માર્ગ અકસ્માતમાં મોત થયા હતા. જે પૈકી 3754 એટલેકે 49.17 ટકા મૃત્યુ ટુવ્હિલર ચાલકોના થયા હતા. જેનું મુખ્ય કારણ હેલ્મેટ નહી પહેરવાને કારણે મૃત્યુ થયા હતા. આમ કોઈનું અકસ્માતમાં મોત તાય ત્યારે તેનો આખો પરિવાર વિખેરાઈ જાય છે.
મોટર વ્હિકલ 1988ની કલમ 129 તેમજ ગુજરાત મોટર વ્હિકલ કલમ રૂલ્સ 193 મુજબ મોટર સાયકલ ચાલકે હેલ્મેટ પહેરવું ફરજીયાત છે. જેથી પોલીસ દ્વારા સૌથી પહેલા સ્વયં આ કાયદાનુ પાલન કરવું જરૂરી છે. કાયદાકીય નિયમ મુજબ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ(BIS)ના માપદંડ મુજબનુમ હેલ્મેટ પહેરવું ફરજીયાત છે.આથી અમદાવાદ શહેર પોલીસ દળમાં ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારી, કર્મચારી અને સિવિલિયન સ્ટાફે ટુ વ્હિલર વાહન ચલાવતી વખતે નીચે મુજબની સુચનાઓનું ફરજીયાતપણે પાલન કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
દરેક પોલીસ સ્ટેશન, શાખા, કચેરી અને યુનિટ ખાતે જે પોલીસ અધિકારી,કર્મચારી અને સિવિલિયન સ્ટાફ સહિત યુનિફોર્મમાં કે સિવિલ ડ્રેસમાં હોય, પોતાના ફરજ સ્થલે તેમજ અન્ય સ્થળે અવરજવર કરવા માટે ટુ વ્હિલરનો જાતે ઉપયોગ કરે તેવા તમામ પોલીસ અધિકારી, કર્મચારી અને સિવિલિયન સ્ટાફે ફરજીયાતપણે નિયમોનુસાર હેલ્મેટ પહેરવાનું રહેશે.
તમામ સુપરવાઈઝરી અધિકારીઓે પોલીસ સ્ટેશન, શાખા, કચેરી અને યુનિટના ઈન્ચાર્જોએ પોતાના તાબાના પોલીસ અધિકારી, કર્મચારી અને સિવિલિયન સ્ટાફ ટુ વ્હિલર ચલાવતી વખતે ફરજીયાતપણે હેલ્મેય પહેરે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.જો તેઓ સુચનાનું પાલન ન કર્યાનું ધ્યાન પર આવે તો તેમની વિરૂધ્ધ એમ.વી.એક્ટ મુજબ કાયદાકીય રીતે દંડની શિક્ષાની કાર્યવાહી કરવાની રહેશે. તે સિવાય આ હુકમનું ઉલ્લંઘન કે અવગણના બદલ પણ સીધી જ શિક્ષાત્મક કાર્યવાહી કરી તે અંગેની અત્રેની કચેરીએ જાણ કરવાની રહેશે. ા અંગેનુ ચુસિતૃપણે અમલવારી થાય તે જોવાની જવાબદારી તમામ સુપરવાઈઝરી અધિકારી અને ઈન્ચાર્જોની રહેશે., એમ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે બહાર પાડેલા હુકમમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો: ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને બે દિવસમાં ફરીથી મળી ધમકી
આ પણ વાંચો: રાજ્યના અમદાવાદ, અમરેલી અને ગાંધીનગરમાં વરસાદી માહોલ,આજે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: ગાંધીનગરના મોટા ચિલોડા પાસે દારૂના જથ્થા સાથે 13.67 લાખનો મુદ્દામાલ કબજે
