Gandhinagar News/ ગાંધીનગરના મોટા ચિલોડા પાસે દારૂના જથ્થા સાથે 13.67 લાખનો મુદ્દામાલ કબજે

ક્રેટા કારમાં દારૂનો જથ્થો લઈ જવાતો હતો

Top Stories Gandhinagar Gujarat
Beginners guide to 2024 10 14T132701.319 ગાંધીનગરના મોટા ચિલોડા પાસે દારૂના જથ્થા સાથે 13.67 લાખનો મુદ્દામાલ કબજે

Gandhinagar News : ગાંધીનગરના મોટા ચિલોડા ગિયોડ પાટીયા ઓનેસ્ટ હોટેલની પાસે કારમાં દારૂનો જથ્થો લઈ જવાતો હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીને મળી હતી. માહિતીને આધારે પોલીસે અહીં જાળ બિછાવીને ક્રેટા કાર અટકાવી હતી. પોલીસે કારમાં તપાસ કરતા અંદરથી રૂ3,62,263 ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ, ક્રેટા કાર વગેરે મળીને કુલ રૂ. 13,67,463 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આ કેસમાં રાજસ્થાનના બાડમેરના રહેવાસી અને કારના હેલ્પર ભુવનેશ એન.ચૌધરીની ધરપકડ કરી હતી. જ્યારે ચાર આરોપી ફરાર થઈ ગયા હતા. જેમાં દારૂનો જથ્થો રાજસ્થાનથી ગુજરાતમાં મોકલનાર, કારનો ડ્રાઈવર, કારનો માલિક અને દારૂનો જથ્થો મંગવાનારાનો સમાવેશ થાય છે. આ કેસની વધુ તપાસ ચિલોડા પોલીસ સ્ટેશન કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અરવલ્લીમાં બેન્ક મેનેજર અને પટાવાળાને ચાકૂ બતાવીને 25 લાખની લૂંટનો પ્રયાસ

આ પણ વાંચો: બંટી-બબલીએ કાનપુરમાં “વૃદ્ધથી યુવાન” થેરપીથી લૂંટી, 35 કરોડ રૂપિયા લઈને ભાગ્યા

આ પણ વાંચો: બનાસકાંઠામાં લૂંટ આચરનારા આરોપીઓની અટકાયત કરાઈ