નિવેદન/ પોલીસને નથી આંદોલનનો અધિકારઃ સી.આર પાટીલ

પોલીસને નથી આંદોલન કરવાનો અધિકાર તેમણે પોલીસ તંત્રને ધ્યાનમાં લઇને મહત્વની વાત કરી છે. કેટલાક લોકો પોલીસને હાથો બનાવી રહ્યા છે

Top Stories Gujarat
CRPATIL પોલીસને નથી આંદોલનનો અધિકારઃ સી.આર પાટીલ

ગુજરાતના ભાજપ અધ્યક્ષએ સુરત ખાતે મોટું નિવેદન આપ્યું છે. પોલીસને નથી આંદોલન કરવાનો અધિકાર તેમણે પોલીસ તંત્રને ધ્યાનમાં લઇને મહત્વની વાત કરી છે. આદોલન પાછળના તત્વોનાે ઇરાદો અલગ છે કેટલાક લોકો પોલીસને હાથો બનાવી રહ્યા છે. આ ઉપરાંત પણ તેમણે અનેક મહત્વની વાત કરી હતી,સી.આર.પાટિલે જણાવ્યું હતું કે પોલીસ વિભાગના અટકેલા પ્રમોશન પણ ટૂંક સમયમાં થઇ જશે. આ પ્રમોશન અંગે ગૃહમંત્રી સંઘવી અને પાટિલ વચ્ચે ચર્ચા પણ થઇ હતી. બન્નેએ લાંબી ચર્ચા કરી હતી ,આ મિંટીગમાં IPS સહિતના કર્મચારીઓના પ્રમોશન પણ આ માસના અંતમાં થઇ જશે.

રાજ્યમાં  નવી સરકાર જ્યારથી અમલી બની છે ત્યારથી અનેક નવા અને ઝડપી નિર્ણયો લઇ રહી છે જે સારી બાબત છે જેનાથી પ્રજાને સીધો ફાયદો થઇ રહ્યો છે.હાલમાં પોલીસતંત્રને લઇને અનેક નિર્ણયો પર પાટીલ અને સંઘવી વચ્ચે ચર્ચા થઇ હતી