Not Set/ ગૌતમ નવલખાને લઇને પોલીસે કર્યો ઘટસ્ફોટ, હિજબુલ મુઝાહિદ્દીન સાથે સંબંધનો દાવો

ભીમા કોરેગાવનાં હિંસાનાં આરોપી ગૌતમ નવલખાને લઇને પુણે પોલીસે એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. બોમ્બે હાઇકોર્ટમાં પુણે પોલીસે બુધવારનાં રોજ અર્બન નક્સલ મામલામાં પોતાની રિપોર્ટ દાખલ કરી છે, જેમા કહેવામાં આવ્યુ છે કે સામાજિક કાર્યકર્તા ગૌતમ નવલખા કાશ્મીરમાં હુર્રિયત નેતાઓની સાથે-સાથે પાક સ્થિત આતંકી સંગઠન હિજબુલ મુઝાહિદ્દીનનાં પણ સંપર્કમાં હતા. મીડિયા રિપોર્ટ મુજબ દાખલ કરવામાં […]

India
106315 buqfofvpat 1542889702 ગૌતમ નવલખાને લઇને પોલીસે કર્યો ઘટસ્ફોટ, હિજબુલ મુઝાહિદ્દીન સાથે સંબંધનો દાવો

ભીમા કોરેગાવનાં હિંસાનાં આરોપી ગૌતમ નવલખાને લઇને પુણે પોલીસે એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. બોમ્બે હાઇકોર્ટમાં પુણે પોલીસે બુધવારનાં રોજ અર્બન નક્સલ મામલામાં પોતાની રિપોર્ટ દાખલ કરી છે, જેમા કહેવામાં આવ્યુ છે કે સામાજિક કાર્યકર્તા ગૌતમ નવલખા કાશ્મીરમાં હુર્રિયત નેતાઓની સાથે-સાથે પાક સ્થિત આતંકી સંગઠન હિજબુલ મુઝાહિદ્દીનનાં પણ સંપર્કમાં હતા. મીડિયા રિપોર્ટ મુજબ દાખલ કરવામાં આવેલી રિપોર્ટમાં બતાવવામાં આવ્યુ છે કે, આ વાતની જાણકારી પોલીસને આરોપી રોના વિલ્સનનાં લેપટોપથી મળી હતી.

આ દરમિયાન, બોમ્બે હાઈકોર્ટનાં ન્યાયાધીશ ન્યાયમૂર્તિ રંજીત મોરે અને ન્યાયમૂર્તિ ભારતી ડાંગરેની બેંચે નવલખાને આપવામાં આવેલી ધરપકડની છૂટને હવે પછીનાં આદેશ સુધી વધારી દીધી છે. નવલખાએ તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને પડકાર આપતા તેને રદ્દ કરવા માટે કોર્ટનો સંપર્ક કર્યો છે. નવલખાએ હાઇકોર્ટની સામે પોતાનો પક્ષ રાખતા કહ્યું હતું કે તેમના વિરુદ્ધ અર્બન નક્સલ મામલાને લઇને ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેનો અંત લાવવામાં આવે.

આપને જણાવી દઇએ કે, પોલીસે પોતાની રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે, ગૌતમ નવલખા નક્સલિયોની તરફેણથી હથિયારોની અદલા-બદલી માટે અને સિક્રેટ માહિતી માટે હિજબુલ કમાંડરને મળ્યા હતા. જણાવવામાં આવી રહ્યુ છે કે, ગૌતમ નવલખા ઘણીવાર માઓવાદિઓની વિરુદ્ધ અને સરકાર માટે કામ કરી રહ્યા હતા. તે ઘણીવાર માઓવાદી આંદોલનની વિરુદ્ધ અવાજ ઉઠાવી ચુક્યા છે.

સુત્રોનાં જણાવ્યા મુજબ રિપોર્ટમાં તે પણ જણાવવામાં આવ્યુ છે કે, ગૌતમ નવલખાએ સોનિયા ગાંધી, બિનાયક સેનની પત્નિ ઇલેના સેન અને ચિદંબરમની સાથે મુલાકાત કરી હતી. જણાવી દઇએ કે, ભીમા કોરેગાવ હિંસા મામલામાં નક્સલિઓથી જોડાયેલા આરોપમાં અમાનવાધિકાર કાર્યકર્તા ગૌતમ નવલખાને ગત વર્ષે હાઉસ અરેસ્ટ પર રાખવામાં આવ્યા હતા. જોવાનુ રહેશે કે હવે આ મામલે કયો વળાંક આવે છે, શું ગૌતમ નવલખા પોતાને દોષી હોવાના થપ્પાને દૂર કરી શકશે કે પછી પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટ મુજબ તે દોષી સાબિત થાય છે જોવુ રહ્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.