Surat News/ પાંડેસરામાં છ વર્ષના બાળકના અપહરણનો કેસ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો

સુરતના પાંડેસરામાં છ વર્ષના બાળકના અપહરણની ઘટના સામે આવી છે. અપહરણનો આરોપી નજીકમાં જ રહેતો હતો. આરોપી બાળકને યુપી લઈ જવાનો હતો.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરતના પાંડેસરામાં છ વર્ષના બાળકના અપહરણ (Kidnapping) ની ઘટના સામે આવી છે. અપહરણનો આરોપી (Accused) નજીકમાં જ રહેતો હતો. આરોપી બાળકને યુપી (UP) લઈ જવાનો હતો. આરોપી બાળકને રેલ્વે (Railway) દ્વારા લઈ અપહરણ કરીને લઈ જતો હતો. પોલીસે તરત જ ત્વરિત કાર્યવાહી કરતાં ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. પોલીસની આ ત્વરિત કાર્યવાહીની પ્રશંસા કરી રહી છે.

પોલીસે જણાવ્યું હતું કે તે ચાઇલ્ડ ટ્રાફિકિંગને (Child Traffiking) લઈને હંમેશા ત્વરિત પગલાં લે છે અને આ કેસને તે ટોચની પ્રાયોરિટી આપે છે. તેનું કારણ એ છે કે બાળકના અપહરણના કિસ્સામાં પ્રારંભિક કલાકો મહત્વના હોય છે. તેથી જો ત્વરિત કાર્યવાહી કરવામાં ન આવે તો બાળક અને અપહરણકર્તાને પકડવા અઘરા થઈ જતાં હોય છે.

આરોપીએ પાણીપુરી ખવડાવવાના બ્હાને બાળકનું અપહરણ કર્યુ હતું.  સુરતના પાંડેસરામાં ફરિયાદીએ તેનો છ વર્ષનો પુત્ર અરૂણ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. બાળકો ઘરઆંગણે રમી રહ્યા હતા ત્યારે નજીકમાં જ રહેતો વ્યક્તિ બહાદુર પ્રભુ ગૌડ બાળકને પાણીપુરી ખવડાવવાના બહાને તેની પાસે લઈ ગયો હતો.

માબાપને સંતાન ઘરે ન આવતા ચિંતા થઈ હતી અને તેમણે આસપાસ તપાસ કરી હતી અને તે ન મળતા છેવટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે શોધખોળ આદરી હતી. પોલીસે તરત જ તે વિસ્તારના સીસીટીવી ખંગાળવા માંડયા હતા. પોલીસે તેમા કડીઓ મેળવીને જોયું કે આરોપી રેલ્વે દ્વારા બાળકને લઈને તેના વતન જઈ રહ્યો હતો. પોલીસે તે વતન જવા નીકળે તે પહેલાં આરોપીને ઝડપી લીધો હતો અને તેની પાસેથી માસૂમ બાળકને જપ્ત કર્યું હતું. તેના કુટુંબને સહીસલામત સોંપ્યું હતું.

બાળક પરત મળતા તેના કુટુંબીઓ પણ ખુશ થઈ ગયા હતા. પોલીસે આટલી ઝડપતી કરેલી કાર્યવાહીના કારણે બધાને આશ્ચર્ય થયું હતું. દરેક જણે જણાવ્યું હતું કે સરકારના બીજા વિભાગો પણ પોલીસની જેમ તેમની સમક્ષ આવતી ફરિયાદો પર ત્વરિત કાર્યવાહી કરવા માંડે શહેરની ઘણી સમસ્યાઓનો ઉકેલ આવી જાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  Surat News/સુરત મ્યુ.ના ગાર્ડનમાં લોખંડનો ગેટ પડતા બાળકનું મોત

આ પણ વાંચોઃ Surat News/સુરતમાં શિક્ષણનો ગોરખ ધંધો, આકાશ ક્લાસીસ કૌભાંડનો પર્દાફાશ, તંત્રની તપાસ પર સવાલ

આ પણ વાંચોઃ Surat News/સુરતમાં નશામાં ધૂત વ્યક્તિએ હોસ્પિટલમાં ડોક્ટરને માર્યા એકસાથે 12 લાફા પછી…