મહારાષ્ટ્ર/ મનસુખ હિરેન મોત કેસમાં એટીએસની મોટી કાર્યવાહી, બે આરોપીની ધરપકડ

એટીએસએ જણાવ્યું હતું કે સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને એક બુકી નરેશ ધરેની ધરપકડ કરવામાં આવી છે. આ બંને મનસુખ હિરેન ની મોત પાછળ જવાબદાર હોવાનું જણાવાયું છે.

Top Stories India
election 4 મનસુખ હિરેન મોત કેસમાં એટીએસની મોટી કાર્યવાહી, બે આરોપીની ધરપકડ

મહારાષ્ટ્ર એટીએસએ મુકેશ અંબાણીના ઘરની બહાર જીલેટીનથી ભરેલી સ્કોર્પિયોના કથિત માલિક મનસુખ હિરેનના મોત કેસમાં બે લોકોને ધરપકડ કરી છે. એટીએસએ જણાવ્યું હતું કે સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને એક બુકી નરેશ ધરેની ધરપકડ કરવામાં આવી છે. આ બંને મનસુખ હિરેન ની મોત પાછળ જવાબદાર હોવાનું જણાવાયું છે.

મુંબઈના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન, એન્ટિલિયાની બહાર જીલેટીન સ્ટીકથી ભરેલી સ્કોર્પિયો મળી આવ્યાના થોડા દિવસ બાદ ઉદ્યોગપતિ મનસુખ હિરેનની લાશ પણ મળીઆવી હતી. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. એન્ટિલિયા કેસ સાથે જોડાયેલા આ મામલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે. આ સંબંધમાં એનઆઈએ એ સહાયક પોલીસ નિરીક્ષક સચિન વાઝેની ધરપકડ કરી છે, એવું કહેવામાં આવે છે કે એસયુવી હિરેનની છે.

એક અધિકારીએ કહ્યું કે ગૃહમંત્રાલયે મનસુખ હિરેનના મોતની તપાસ એનઆઈએને સુપરત કરી છે. મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) હજી પણ આ કેસની તપાસ કરી રહી હતી. હિરેન 5 માર્ચે મુંબઇ નજીક મૃત હાલતમાં મળી આવ્યા હતા.  શરૂઆતમાં, મુંબઇ પોલીસે હિરણના મોતને આપઘાતનો કેસ ગણાવ્યો હતો. બાદમાં હિરેનની પત્નીએ આરોપ લગાવ્યો છે કે વાઝે તેના પતિની શંકાસ્પદ મોતમાં સામેલ છે. ત્યારબાદ આ કેસમાં તપાસ શરૂ થતાં મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.