@ભાવેશ રાજપૂત, અમદાવાદ
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ટોરેન્ટ પાવર સામેનાં રોયલ કલેક્શન નામનાં ગોડાઉનમાંથી હાર્પીક ટોઈલેટ ક્લીનર સહિતની નકલી પ્રોડક્ટનું વેચાણ કરતા બે શખ્સોની ધરપકડ કરાઈ છે. પોલીસે વેજલપુરનાં મહેન્દ્રસિંહ રાજપૂત તેમજ રાહુલ દહિયા નામના બે યુવકોને ઝડપી તેઓની પાસેથી 3.74 લાખની અલગ અલગ નકલી પ્રોડક્ટ કબ્જે કરાઈ છે.

નેત્રિકા કન્સલટીંગ ઈન્ડિયા લીમીટેડમાં ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતા દિપેશ ગુપ્તાને માહિતી મળી હતી કે નેત્રિકા કંપનીના ડુપ્લીકેટ પ્રોડક્ટનો જથ્થો રોયલ કલેક્શન નામના ગોડાઉનમાં છે જેથી તેઓએ પોલીસને સાથે રાખીનને ગોડાઉનમાં રેડ કરી હતી. ગોડાઉનમાં અલગ અલગ બોક્સમાં ચકાસણી કરતા રેકિટ બેંકિસર, ડાબર, ગોદરેજ કંપનીની અલગ અલગ વસ્તુઓ મળી આવી હતી.

હાર્પિક ટોઈલેટ ક્લીનરની 1920 બોટલો, હાર્પિક પાવર પ્લસની 624 બોટલો, કોલીન ક્લીનરની 6 બોટલો, લાઈઝોલ, ડેટોલ લીક્વીડ હેન્ડ વોશની 48 બોટલ તેમજ ડાબર કંપનીનાં ઓડોનીલ પીંકનાં 130 નંગ, ગોદરેજ એર પોકેટનાં 360 નંગ, ગોદરેજ રેડ હીટની 120 બોટલ, બ્લેક હીટની 60 બોટલો સહિત 3.74 લાખનો ડુપ્લીકેટ મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
Vaccine / ખુશ ખબર : દેશમાં વધુ એક રસી ક્લિનિકલ ટ્રાયલમાં પાસ, ભારત બાયોટેક એ જાહેર કર્યા પરિણામ

આ મામલે સરખેજ પોલીસે કોપીરાઈટનો કેસ કરીને તમામ ડુપ્લીકેટ મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરીને તેઓ આ જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Political / ગુજરાતમાં થઇ ‘આપ’ની એન્ટ્રી, ચાલશે ‘આપ’નું દિલ્હી મોડલ?
