Not Set/ રાજકીય પક્ષો નેતાઓનાં ક્રિમિનલ રેકોર્ડ વેબસાઇટ પર અપલોડ કરે : સુપ્રીમ કોર્ટ

રાજકારણમાં વધી રહેલા ગુનાહિતકરણ સામે દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે. કોર્ટે તમામ રાજકીય પક્ષોને કલંકિત ઉમેદવારોને ચૂંટણી ટિકિટ આપવાના કારણો આપવાનો આદેશ આપ્યો છે. આ સિવાય કોર્ટે આદેશ આપ્યો છે કે તમામ પક્ષોએ તેમના ઉમેદવારોનાં ગુનાહિત રેકોર્ડને વેબસાઇટ પર અપલોડ કરવા પડશે. જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટને તે નક્કી કરવાનુ હતુ કે […]

Top Stories India
Spyware

રાજકારણમાં વધી રહેલા ગુનાહિતકરણ સામે દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે. કોર્ટે તમામ રાજકીય પક્ષોને કલંકિત ઉમેદવારોને ચૂંટણી ટિકિટ આપવાના કારણો આપવાનો આદેશ આપ્યો છે. આ સિવાય કોર્ટે આદેશ આપ્યો છે કે તમામ પક્ષોએ તેમના ઉમેદવારોનાં ગુનાહિત રેકોર્ડને વેબસાઇટ પર અપલોડ કરવા પડશે.

જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટને તે નક્કી કરવાનુ હતુ કે શું ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને ચૂંટણી ટિકિટ આપવાનું બંધ કરવાની સૂચના રાજકીય પક્ષોને આપી શકાય. આ અરજીઓનો ન્યાયાધીશ રોહિન્ટન નરીમન અને એસ.રવિન્દ્ર ભટની ખંડપીઠે આદેશ આપ્યો છે. અનેક અરજદારોમાં ભાજપનાં નેતા અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટને માંગ કરી છે કે, ચૂંટણી પંચને રાજકીય પક્ષોને દબાણ કરવું કે તેઓ ગુનાહિત પૃષ્ઠભૂમિવાળા નેતાઓને ટિકિટ ન આપે. જો આવું થાય, તો પંચ રાજકીય પક્ષો વિરુદ્ધ કાર્યવાહી કરે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને રાજકારણનાં ગુનાહિતકરણને સમાપ્ત કરવા માટે એક સપ્તાહમાં એક રૂપરેખા તૈયાર કરવા નિર્દેશ આપ્યો હતો. જસ્ટીસ આર.એફ. નરીમન અને ન્યાયાધીશ રવિન્દ્ર ભટની ખંડપીઠે આયોગને “રાજકારણમાં ગુનાઓનાં વર્ચસ્વને સમાપ્ત કરવા માટે એક માળખું તૈયાર કરવા” કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે 25 નવેમ્બરનાં રોજ ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો કે, ગુનાહિત રેકોર્ડ ધરાવતા લોકોને ચૂંટણી લડતા અટકાવવા માટે આદેશ પારિત કરે જેથી રાજકીય પક્ષોને ત્રણ મહિનાની અંદર ગુનાહિત પૃષ્ઠભૂમિવાળા નેતાઓને ટિકિટ આપતા અટકાવી શકાય. ત્યારબાદ સીજેઆઈ એસ.એ.બોબડે અને ન્યાયાધીશ બી.આર.ગવઈની બેંચે ઉપાધ્યાયની પીઆઈએલ પર વિચાર કરવાનો ઇનકાર કરતાં આ આદેશ આપ્યો હતો. ઉપાધ્યાયની માંગ હતી કે ગુનાહિત છાપ ધરાવતા લોકોને ચૂંટણી ટિકિટ આપતા પક્ષોને અટકાવવામાં આવે. ઉપરાંત, ઉમેદવારનાં ગુનાહિત રેકોર્ડને અખબારોમાં પ્રકાશિત કરવાનો આદેશ આપવો જોઈએ.

ઉપાધ્યાયની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે એડીઆર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા આંકડા મુજબ, ભારતમાં રાજકારણનાં અપરાધિકરણમાં વધારો થયો છે અને 24% સાંસદોનાં વિરુદ્ધ ગુનાહિત કેસ પેન્ડિંગ છે. 2009 ની લોકસભાની ચૂંટણીમાં 7,810 ઉમેદવારોનાં વિશ્લેષણમાં બહાર આવ્યું છે કે તેમાં 1,158 અથવા 15% ગુનાહિત કેસ નોંધાયા છે. આ ઉમેદવારોમાં 610 અથવા 8% ની વિરુદ્ધ ગંભીર ગુનાનાં કેસ હતા. એ જ રીતે, વર્ષ 2014 માં 8,163 ઉમેદવારોમાંથી, 1398 એ ગુનાહિત કેસ નોંધાવ્યા હતા અને તેમાંથી 889 સામે ગંભીર ગુનાહિત કેસ લંબિત હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.