Not Set/ અટલજી અને આડવાણીજી વાળી BJP નથી રહી, હવે ચાપલૂસીનો દૌર: કરુણા શુક્લા

રાયપુર: રાજ્યમાં અને દેશમાં રમણ સિંહથી ખોટું કોઈ વ્યક્તિ નહિ હોય શકે તેવો આક્ષેપ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના ભત્રીજી અને રમણ સિંહ સામે કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડનાર કરુણા શુક્લાએ કર્યા છે. તેમણે મીડિયામાં ભાજપ (BJP)  સામે પણ આકરાં પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, BJP હવે અટલજી અને આડવાણીજીની પાર્ટી નથી રહી, પાર્ટીમાં […]

Top Stories India Trending Politics
BJP of Atalji and Advaniji has been ended, says Karuna Shukla

રાયપુર: રાજ્યમાં અને દેશમાં રમણ સિંહથી ખોટું કોઈ વ્યક્તિ નહિ હોય શકે તેવો આક્ષેપ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના ભત્રીજી અને રમણ સિંહ સામે કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડનાર કરુણા શુક્લાએ કર્યા છે. તેમણે મીડિયામાં ભાજપ (BJP)  સામે પણ આકરાં પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, BJP હવે અટલજી અને આડવાણીજીની પાર્ટી નથી રહી, પાર્ટીમાં પૈસાદાર અને ચાપલૂસી કરનારાનો દૌર ચાલી રહ્યો છે.

છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંઘ સામે કોંગ્રેસે વાજપેયીના ભત્રીજીને ટિકીટ આપી

પાંચ રાજ્યોમાં આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ હવે માહોલમાં ગરમાવો આવતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા છત્તીસગઢ વિધાનસભાની તા. 22 નવેમ્બરના રોજ યોજાનારા બીજા તબક્કાના મતદાન માટેના 6 ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ અને ધ્યાન ખેંચનારું એવું નામ છે કરુણા શુક્લાનું.

કરુણા શુક્લા પૂર્વ વડા પ્રધાન અને ભાજપના અગ્રગણ્ય નેતા એવા સ્વ. અટલ બિહારી વાજપેયીનાં ભત્રીજી છે. કરુણા શુક્લા છેલ્લા ઘણા સમયથી ભાજપના વિરોધ મોરચો માંડીને બેઠાં છે. હવે કોંગ્રેસે તેમને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા છે. કરુણા શુક્લા છત્તીસગઢના વર્તમાન મુખ્યમંત્રી રમણ સિંહની સામે ચૂંટણી લડવા જઈ રહ્યાં છે.

કરુણા શુક્લાએ ભાજપ સામે કર્યા આકરાં પ્રહારો

પોતાનું નામ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ કરુણા શુક્લાએ મીડિયા સમક્ષ ભાજપ અને રમણ સિંહ સામે પ્રહારો કર્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, બીજેપી હવે અટલજી અને આડવાણીજી વાળી પાર્ટી નથી રહી. હવે પાર્ટીના નેતાઓ ગણેશ પરિક્રમા કરનારા લોકોને એટલે કે, વરિષ્ઠ નેતાઓની આગળ પાછળ ફરનારા લોકોને પસંદ કરી રહ્યા છે, પાર્ટીમાં પૈસાદાર લોકોની બોલબાલા ચાલી રહી છે. હવે બીજેપીમાં ચાપલૂસીનો દૌર ચાલી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અટલ બિહારી વાજપેયીના અવસાન બાદ તેમના અસ્થિ લેવા માટે કરુણા શુક્લા બીજેપી કાર્યાલય ગયા હતા. પરંતુ તેમને અસ્થિ કળશના બદલે તેમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પછી અટલજીની અંતિમયાત્રા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પગપાળા ચાલ્યા હતા, જે અંગે કરુણા શુક્લાએ નરેન્દ્ર મોદી સામે ટિપ્પણી કરી હતી.