Not Set/ કાલે સાતમાં અને અંતિમ તબક્કાની 8 રાજ્યોની 59 બેઠક માટે થશે મતદાન

લોકસભા 2019નો ચૂંટણી જંગ પોતાનાં સાતમાં અને અંતિમ ચરણમાં આવી પહોંચ્યો છે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યોની 59 બેઠકોનાં મહા મુકાબલામાં કાલે મતદાન થવા જઇ રહ્યું છે ત્યારે 59 બેઠકો પર ચૂંટણી લડી રહેલ તમામ પાર્ટીઓએનાં ઉમેદવારોનાં ભવિષ્યનો ફેંસલો મતદાતા કાલે EVMમાં બંધ કરી દેશે. આ બેઠકો પર રહેશે સૌની નજર કાલનાં મતદાનનાં દિવસે દેશની નજર […]

India Politics
election graphic for simar sir.jpg phase 7 કાલે સાતમાં અને અંતિમ તબક્કાની 8 રાજ્યોની 59 બેઠક માટે થશે મતદાન

લોકસભા 2019નો ચૂંટણી જંગ પોતાનાં સાતમાં અને અંતિમ ચરણમાં આવી પહોંચ્યો છે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યોની 59 બેઠકોનાં મહા મુકાબલામાં કાલે મતદાન થવા જઇ રહ્યું છે ત્યારે 59 બેઠકો પર ચૂંટણી લડી રહેલ તમામ પાર્ટીઓએનાં ઉમેદવારોનાં ભવિષ્યનો ફેંસલો મતદાતા કાલે EVMમાં બંધ કરી દેશે.

786950 voting કાલે સાતમાં અને અંતિમ તબક્કાની 8 રાજ્યોની 59 બેઠક માટે થશે મતદાન

આ બેઠકો પર રહેશે સૌની નજર

કાલનાં મતદાનનાં દિવસે દેશની નજર વારાણસી, પટના સાહેબ, ગુરૂદાસપુર, અમૃતસર અને ખાસ કરીને પં.બંગાળની તમામ બેઠકો પર મંડાયેલી રહેશે. જ્યારે વારાણસીથી ખુદ PM મોદી ઉમેદવાર છે ત્યારે વારાણસી સૌથી વધુ ધ્યાન આકર્ષણનું કેન્દ્ર રહેશે. તો પં.બંગાળમાં ભાજપ અને તૃણામુલ કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હવાથી અને પાછતા તબક્કામાં બંગાળમાં ફાટી નીકળેલી હિંસાને કારણે પં.બંગાળમાં ધમાલ જોવા મળે તો કોઇ નવાઇની વાત નહીં લાગે.  જો કે પાછલા દિવસોમાં પં.બંગાળમાં થયેલ હિસં ઘટનાને પગલે ચૂંટણી પંચ પણ આ વખતે ચલાવી લેવાનાં મૂડમાં નથી જોવા મળી રહ્યું અને ચૂંટણી પંચે સંવિઘાનનાં અનુચ્છેદનો ઇતિહાસમાં પહેલીવાર ઉપયોગ કરી પોતાની તાકાતનો પરચો આપ્યો જ છે પરંતુ સાચી ખબર તો કાલનો દિવસ જ લાવશે તે પણ નક્કી છે

દિગ્ગજ નેતાનાં ભાવી પર લાગશે શીલ….

આમ તમામ 59 સીટોનાં ઉમેદવારોનું ભાવી  કાલે મતદારો નક્કી કરશે ત્યારે આ તબક્કામાં PM મોદી સહિત ગુરદાસપુરથી અભિનેતા સન્ની દેઓલ, પટના સાહેબથી શત્રુધ્ન સિન્હા અને કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદ, નવજોતસિંદ સિધ્ધુનાં પત્ની નવજોતકોર, કેપ્ટન અરમિંદરસિંહનાં પત્ની, પંજાબનાં દિગ્ગજ નેતા સુનિલ ઝાખર સહિતનાં તમામ દિગ્ગજ ઉમેદવારો સહિતનાં બધા ઉમેદવારોનાં ભાવી EVM માં શીલ થઇ જશે.

download કાલે સાતમાં અને અંતિમ તબક્કાની 8 રાજ્યોની 59 બેઠક માટે થશે મતદાન

સાતમાં તબક્કામાં પં.બંગાળ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ચંદિગઢ તેમ 8 રાજ્યોની 59 સીટોનો સમાવેશ થાય છે. જો રાજ્યવાર બેઠકની યાદી જોવામાં આવે તો…

 રાજ્ય બેઠકો
પંજાબ 13
પં.બંગાળ 13
ઉત્તર પ્રદેશ 9
મધ્ય પ્રદેશ 8
બિહાર 8
હિમાચલ પ્રદેશ 4
ઝારખંડ 3
ચંદિગઢ 1

પંજાબ – 13 બેઠકોમાં ગુરદાસપુર, અમૃતસર, ખદુર સાહેબ, જલંધર, હોસિયારપુર, આનંદપુર સાહેબ, લુધિયાણા,  ફતેહગર સાહેબ, ફરિદકોટ, ફિરોજપુર, ભટીંડા, સંગ્રુર, પટીયાલાનો સમાવેશ થાય છે

ઉત્તર પ્રદેશ – 13 બેઠકોમાંમહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા, બાંસગાંવ, ધોસી, સાલેમપુર, બલિયા, ગાજીપુર, ચંદૌલી, વારાણસી, મિરઝાપુર, રોબર્ટ્સગંજનો સમાવેશ થાય છે

પં.બંગાળ – 9 બેઠકોમાં દમદમ, બારાસાત, બશીરહાટ, જોયનગર, મથુરાપુર, ડાયમંડ હર્બર, જોઘવપુર, ઉત્તર કોલકતા અને દક્ષિણ કોલકતાનો સમાવેશ થાય છે

બિહાર – 8 બેઠકોમાં  નાલંદા, પટના સાહિબ, પાટલિપુત્ર, આરાસ, બક્સર, સાસારામ, કારાકટ, જહાનાબાદનો સમાવેશ થાય છે

મધ્ય પ્રદેશ – 8 બેઠકોમાંઉજ્જૈન, મંદસૌર, રતલામ, ધાર, ઇંદૌર, ખરગોન, ખંડવા, બેતુલનો સમાવેશ થાય છે

હિમાચલ પ્રદેશ – 4  બેઠકોમાં કાંગરા, મંડી, હમિરપુર, શિમલાનો સમાવેશ થાય છે,

ઝારખંડ – 3 બેઠકોમાં રાજમહલ, દુમકા અને ગોડ્ડાનો સમાવેશ થાય છે

ચંદિગઢ – 1 બેઠકોમાં ચંદિગઢનો સમાવેશ થાય છે