Election/ 6 કોર્પોરેશન-144 વોર્ડ-575 બેઠકો માટેનું મતદાન, જાણો સંવેદનશીલ-અસંવેદનશીલ મતદાનમથકો

ગુજરાતમાં 6 કોર્પોરેશનની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાશે.

Gujarat Others
PICTURE 4 283 6 કોર્પોરેશન-144 વોર્ડ-575 બેઠકો માટેનું મતદાન, જાણો સંવેદનશીલ-અસંવેદનશીલ મતદાનમથકો

ગુજરાતમાં 6 કોર્પોરેશનની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાશે. દરમિયાન રાજ્યચૂંટણીપંચે કોરોના ગાઇડલાઇનનાં સંપૂર્ણ પાલન કરાવવા સાથે તટસ્થ અને ન્યાયી મતદાન માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

Election / અમિત શાહ આવશે અમદાવાદ, મતદાન બાદ મોટેરા સ્ટેડિયમમાં આપી શકે છે હાજરી

ગુજરાતમાં 6 કોર્પોરેસનની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાશે. રાજ્યચૂંટણીપંચે મતદાન મુક્ત અને ન્યાયી રીતે થાય તે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલી માહિતી મુજબ 6 કોર્પેરેશનમાં કુલ 144 વોર્ડમાં 575 બેઠકો માટે 1.14 કરોડ મતદારો 2 હજાર 276 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.અમદાવાદ મનપાનાં નારણપુરા વોર્ડમાં ભાજપનાં ઉમેદવાર ઓબીસી મહિલા અનામત બેઠક પર કોંગ્રેસ – આપનાં ઉમેદવારે ભાજપને સમર્થન આપતા બિનહરીફ જાહેર થઇ ગયા છે. ભાજપે આ બેઠક પર બ્રિંદા સુરતીને ઉમેદવારી કરાવી હતી. તેઓ બિનહરીફ જાહેર થયા છે. 6 મનપામાં ચૂંટણી પ્રક્રિયા માટે 11 હજાર 477 મતદાન મથકો પર મતદાન યોજાશે. કોર્પોરેશન માટે ઇવીએમનાં માધ્યમથી મતદાન યોજવાનો નિર્ણય ચૂંટણીપંચે કર્યો છે. જેના માટે 13 હજાર 946 ઇવીએમનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન પ્રક્રિયા માટે 62 હજાર કરતા વધુ પોલિંગસ્ટાફ ફરજ બજાવશે.

Election / વડોદરામાં ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓ વચ્ચે થઇ છૂટા હાથની મારામારી

કોર્પોરેશન પ્રમાણે સંવેદનશીલ-અતિસંવેદનશીલ મતદાનમથકો

6 મનપાના કુલ વોર્ડ – 144

મતદારોની સંખ્યા – 1 કરોડ 14 લાખ 86 હજાર 981

મતદાનમથકો – 11 હજાર 477

ચૂંટણી અધિકારી – 51

મદદનીશ ચૂંટણી અધિકારી – 57

ઇવીએમની સંખ્યા – 13 હજાર 946

પોલીંગ સ્ટાફ – 62 હજાર 236

Election / સુરત ભાજપનાં વોર્ડ પ્રમુખની ઓડિયો ક્લિપ વાયરલ, કોંગ્રેસ માટે વોટ માંગતા હોવાની ચર્ચા

6 કોર્પોરશનમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા 31 હજાર કરતા વધુ પોલીસ સ્ટાફ ફરજ પર તૈનાત રહેશે. મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા ચૂંટણીપંચની સૂચનાથી સંવેદનશીલ અને અતિસંવદેનશીલ મતદાન મથકો પણ નિયત કરવામાં આવ્યા છે. 21-મી ફેબ્રુઆરીએ મતદાન સંપન્ન થયા બાદ 6 કોર્પોરેશનની મતગણતરી 23-મી ફેબ્રુઆરીએ કરવામાં આવશે. પરિણામે 23-મી-ફેબ્રુઆરીએ ઇવીએમમાં સીલ થયેલાં 2 હજાર 276 ઉમેદવારોનાં ભાવિનો અંતિમ જનાદેશ પ્રજા આપશે અને તેમાંથી 575 ઉમેદવારો પ્રજાનાં પ્રતિનિધિ તરીકે એટલે કે કોર્પોરેટર તરીકે વિજેતા બનશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ