Not Set/ યુધ્ધ માટે તત્પર “કંગાળ પાકિસ્તાન’ની પોલીસ સાયકલ પર કરી રહી છે “પેટ્રોલિંગ”  વીડિયો થયો વાયરલ

જમ્મુ-કાશ્મીરથી કલમ 370 નાબૂદ થયા બાદ, પાકિસ્તાન સતત આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ઘેરી લેવાના  નિષ્ફળ પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા એડી-ચોટીનું જોર લગાવવા છતાંય કોઈ દેશ તેના સમર્થનમાં આવ્યું ન હતું. આ બધાની વચ્ચે પાકિસ્તાનનો એક પોલીસકર્મીનો વિડીયો સોસિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે સાઇકલ પર પેટ્રોલીંગ કરી રહ્યો છે. આ વિડીયોને જાણીતા […]

Top Stories India
2 fen 1 યુધ્ધ માટે તત્પર “કંગાળ પાકિસ્તાન'ની પોલીસ સાયકલ પર કરી રહી છે “પેટ્રોલિંગ”  વીડિયો થયો વાયરલ

જમ્મુ-કાશ્મીરથી કલમ 370 નાબૂદ થયા બાદ, પાકિસ્તાન સતત આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ઘેરી લેવાના  નિષ્ફળ પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા એડી-ચોટીનું જોર લગાવવા છતાંય કોઈ દેશ તેના સમર્થનમાં આવ્યું ન હતું.

આ બધાની વચ્ચે પાકિસ્તાનનો એક પોલીસકર્મીનો વિડીયો સોસિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે સાઇકલ પર પેટ્રોલીંગ કરી રહ્યો છે. આ વિડીયોને જાણીતા લેખક, પત્રકાર તારેક ફતાહ દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, ‘પાકિસ્તાની પોલીસ ઇકોનોમી ડ્રાઇવ પર!’

 

જો કે, જ્યારે આ વિડિઓ ક્યારનો છે, તે સ્પષ્ટ નથી. તેમ છતાં, આ વીડિયો જોઈને પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિનો અંદાજ લગાવી શકાય છે.

ભૂખ અને ગરીબી સાથે સંઘર્ષ કરતું પાકિસ્તાન ભારતને યુદ્ધની ધમકી આપી રહ્યું છે. ગુરુવારે પાકિસ્તાને બેલેસ્ટિક મિસાઇલ ગઝનવીનું પરીક્ષણ કર્યું છે. લંડનમાં માર ખાતા રેલવે મંત્રી શાહિદ રશીદ સતત યુદ્ધની ધમકી આપી રહ્યા છે.

એટલું જ નહીં, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પણ રાષ્ટ્ર જોગ સંદેશમાં  છેલ્લી ક્ષણ સુધી ભારત સાથે યુદ્ધ લડવાનો દંભ કરતાં જોવામાં આવ્યા હતા. વડા પ્રધાન કાર્યાલયનું વીજ બિલ ચૂકવવા માટે પણ પાકિસ્તાન પાસે નાણાં નથી. જેના કારણે વીજ વિભાગે કનેકશન કાપવાની નોટિસ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.