Not Set/ વસ્તી 135 કરોડ અને સાંસદો ફક્ત 543 – મેરા ભારત મહાન, પરંતુ શું પહોંચે છે તમારો આવાજ 

ભારતનો પ્રત્યેક સાંસદ ૨૫ લાખથી વધુ લોકોનો પ્રતિનિધિ છે, જ્યારે અમેરિકા સહિતના મોટા ભાગના દેશોમાં આ પ્રમાણ ઘણું ઓછું છે. શું તમને લાગે છે કે, આપણા પ્રત્યેક પ્રશ્નો સંસદમાં પહોંચે છે ?

Top Stories Gujarat Assembly Election 2022 Mantavya Vishesh Politics
loksabha વસ્તી 135 કરોડ અને સાંસદો ફક્ત 543 - મેરા ભારત મહાન, પરંતુ શું પહોંચે છે તમારો આવાજ 

ભારતનો પ્રત્યેક સાંસદ ૨૫ લાખથી વધુ લોકોનો પ્રતિનિધિ છે, જ્યારે અમેરિકા સહિતના મોટા ભાગના દેશોમાં આ પ્રમાણ ઘણું ઓછું છે. શું તમને લાગે છે કે, આપણા પ્રત્યેક પ્રશ્નો સંસદમાં પહોંચે છે ?

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુરૂવારે નવા સંસદભવનનું ભૂમિ પૂજન કર્યું. સંપૂર્ણ અદ્યતન બનનારા અને સંસદના બન્ને ગૃહોના ૧૦૦૦થી વધુ સભ્યો બેસી શકે તેવા વિશાળ ભવનવાળા આ ગૃહમાં અત્યારે તો ૭૫૦ આસપાસ સભ્યો બેસશે. ભારત સૌથી જૂની લોકશાહી છે અને સંસદીય લોકશાહીનો સંપૂર્ણ અમલ ભારતમાં થાય છે. તેમ છતાં એક વિશિષ્ટ કે વિશેષ કહી શકાય એવું પાસુ એ છે કે, અન્ય ઘણા દેશોના પ્રમાણમાં વસતિદીઠ સાંસદ (લોકસભાના સભ્ય)નું વિશ્લેષણ કરવામાં આવે તો ભારતનો સાંસદ અન્ય કોઈ દેશ કરતાં સૌથી વધુ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. અથવા બીજા અર્થમાં કહીએ તો ભારતમાં લોકસભાના સભ્યોની સંખ્યા અન્ય દેશોના પ્રમાણમાં વસતિના પ્રમાણમાં ઘણી ઓછી છે.ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ૩૦ લાખની વસતિએ એક સાંસદ છે, તો તમિલનાડુમાં ૨૦ લાખની વસતિએ ૧ સાંસદ છે. તો કેટલાક નાના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે કે, જેની વસતિ છ લાખ જેટલી છે ત્યાં એક સાંસદ તો યથાવત છે.

himmat thhakar વસ્તી 135 કરોડ અને સાંસદો ફક્ત 543 - મેરા ભારત મહાન, પરંતુ શું પહોંચે છે તમારો આવાજ 

સંવિધાન પ્રમાણે દેશમાં લોકસભામાં ૫૫૨ બેઠકોની શરત છે. અત્યારે ભારત અને અન્ય દેશોના સાંસદોની તુલના કરીએ તો જણાશે કે ભારતમાં અંદાજે ૨૫ લાખ ૨૫ હજારની વસતિએ એક સાંસદ છે અને તે ૫૪૩ સભ્યોની લોકસભાના પ્રતિનિધિ છે. જ્યારે યુરોપીય યુનિયન્સના દેશોમાં ૬.૫૭ લાખની વસ્તિએ એક સાંસદ છે. જગતના જમાદાર ગણાતા અને લોકશાહીનું મૂળ અમે છીએ તેવો દાવો કરનારા અમેરિકામાં ૫.૯૬ લાખ લોકોએ એક સાંસદ (કે સેનેટર) છે. પાકિસ્તાનમાંથી જ જેનું સર્જન થયું છે. તે બાંગ્લાદેશમાં ૫.૫૪ લાખ વસ્તિએ એક લોકપ્રતિનિધિનો માપદંડ છે. જ્યારે સામ્યવાદી ચીનમાં સાંસદ પ્રથા છે જ અને ત્યાં ૪.૫૪ લાખની વસતિ પર એક સાંસદ છે. જાે કે ત્યાં સાંસદની સત્તા અન્ય કોઈપણ દેશ કરતાં ઓછી છે તે વાત તો નોંધ્યા વગર ચાલે જ નહિં.

political analysis / કેરલ માટે 2021 માં પરિવર્તન કે પૂનરાવર્તન ?…

ભારત સામે ખાંડા ખખડાવવામાં અને પડોશી હોવા છતાં દુશ્મન જેવો વર્તાવ અથવા તો દુશ્મનાવટ સતત ચાલુ રાખનાર પાકિસ્તાનમાં ૪.૩૯ લાખની વસતિદીઠ એક સાંસદ છે. આ ઉપરાંત ઈન્ડોનેશિયામાં ૩.૮૧ લાખ અને ફિલિપાઈન્સમાં ૩.૨૮ લાખની વસતિએ એક સાંસદ છે. આમ ભલે ભારતમાં વસતિના પ્રમાણમાં ભલે ચીન પછી બીજા નંબરે હોય ભારતની લોકશાહી અને આઝાદી ભલે હીરક જયંતિ ઉજવવા તરફ આગળ વધી રહી હોય પરંતુ એક વાત સ્પષ્ટ છે કે વસતિ દીઠ સાંસદોની સંખ્યામાં ભારત ઘણો પાછળ છે કારણ કે સ્ટોક સિમિટની જેમ ૫૫૦ સાંસદોની મર્યાદા તેને નડે છે.

હવે આપણે ભારતના આઝાદી કાળ કે ૧૯૫૧-૫૨માં યોજાયેલી પ્રથમ ચૂંટણીથી વાત કરીએ તો ૧૯૫૧માં ૪૮૯ સાંસદો હતા અને તે વખતે દર ૭.૩૮ લાખની વસતિનું પ્રતિનિધિત્વ કરતાં હતા. ૧૯૫૭માં ૪૯૭ (વસતિ પ્રમાણનો માપ દંડ જૂનો હતો) ૧૯૬૨માં ૪૯૪, ૧૯૬૭માં ૫૨૦ અને ૧૯૭૧માં ૫૧૮ સાંસદો ચૂંટાયા હતા. તે વખતે ભારતમાં ૧૦.૫૮ લાખની વસતિએ એક લોક પ્રતિનિધિની નિમણુંક થતી હતી. ૧૯૭૭માં સાંસદોની સંખ્યા ૫૪૩ થઈ તે વખતે ૧૦.૦૯ લાખની વસતિનું એક સાંસદ પ્રતિનિધિત્વ કરતો હતો. પરંતુ ત્યારબાદ વસતિ તો વધી જ છે પણ માપદંડ તો ૧૯૭૧ની વસતિ ગણતરીનો અને લોકસભાના સભ્યોની સંખ્યા મર્યાદા ૫૫૦થી વધુ છે તે જ રહી છે. અને તેથી આપણા લોકસભામાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા પણ ૫૪૩થી વધી નથી. ઘણા વિવેચકો અને રાજકીય વિશ્લેષકો કહે છે તે પ્રમાણે લોકસભા જૈસેથે છે પણ તેના પર લોકોનો બોજ વધતો જાય છે. ભારતમાં ૧૯૭૧ પછી એટલે કે હવે તો આપણે ૫૦ વર્ષથી પર સાથે કહી શકીએ તેમ છીએ કે આપણો સાંસદ પ્રતિનિધિ ૫૨ લોકોનું ભારણ વધતું જાય છે. જાે ૧૦ લાખની વસતિ પર એક સાંસદનું ધોરણ વધી જાય આપણા ગુજરાતની ૬ કરોડની વસ્તિ ગણીએ તો સાંસદોની સંખ્યા ઘણી વધી જાય હવે ૧૦ લાખની વસતિએ એક સાંસદનો માપદંડ અપનાવવામાં આવે તો હાલની વસતિ પ્રમાણે લોકસભાના સભ્યોની સંખ્યા ૧૩૭૫ થાય દેશના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તરપ્રદેશના સાંસદોની સંખ્યા ૨૩૮ને આંબીજાય આપણા ગુજરાતમાં પણ ૬૦ સાંસદો ચૂંટવા પડે. હાલ ૩૩ જિલ્લા અને ૨૬ સાંસદો છે. જાેકે ૬ લાખથી ઓછી વસતિવાળા રાજ્યોને જે એક સંસદ સભ્ય ચૂંટવાની જે જાેગવાઈ છે તેમાં કોઈ ફેરફાર નહિ થાય કારણ કે બે રાજ્યો ભેગા કરી શકાતા નથી કે બે રાજ્યો વચ્ચે એક પ્રતિનિધિ ચૂંટવાની જાેગવાઈ નથી.

Vijay Diwas / ભારતીય સેના સામે શરણાગતિ સમયે રડવા મંડ્યા હતા આ પાકિસ્તાની જ…

આપણા ગુજરાતમાં ઘણી સંસદીય બેઠકો એવી છે કે જેમાં અન્ય જિલલાના વિસ્તારો ભેળવવા પડ્યા છે. પોરબંદર જેવી કેટલીક બેઠકો એવી છે કે જેમાં ત્રણ ત્રણ જિલ્લાના કેટલાક તાલુકાઓને જાેડવા પડ્યા છે અમદાવાદ – ગાંધીનગરના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર મળી ત્રણ લોકસભા બેઠકો છે જાે કે સુરેન્દ્રનગર સંસદીય બેઠકમાં સુરેન્દ્રનગર ઉપરાંત મોરબી અને અમદાવાદ ગ્રામ્યના તેમજ બોટાદ જિલલાના બે બે તાલુકાઓ જાેડવામાં આવ્યા છે. જેવું ગુજરાતમાં છે તેવું લગભગ દરેક રાજ્યમાં છે.

લોકસભાના મત વિસ્તારના સીમાંકનો બદલાય છે પણ તેની સંખ્યા વધતી નથી. નવકુકરીની રમત પ્રમાણે ‘આ ત્રણ ભર્યા અને આ ત્રણ જીર્યા’ની જેમ એક વિસ્તારને બદલે બીજાે વિસ્તાર ભેળવી સમતોલન કરાય છે બંધારણના નિષ્ણાત સુભાષ કશ્યપ કહે છે કે ૧૯૭૦થી કુુટંબ નિયોજન કાર્યક્રમ અમલી બનાવ્યો. તેમાં દક્ષિણના રાજ્યોમાં આ કાર્યક્રમ સફળ થયો. ઉત્તરના રાજ્યોમાં આ કાર્યક્રમને ધારી સફળતા ન મળી તેનું પરિણામ એ આવ્યું કે ઉત્તરના રાજ્યોની વસતિ વધી ગઈ અને દક્ષિણના રાજયોની વસતિ કાં તો સ્થિર થઈ અથવા તો તેમાં આંશિક વધારો થયો ૧૯૭૭ના પ્રારંભમાં ઈન્દિરા ગાંધીની આગેવાની હેઠળની સરકાર વખતે સરકારે બંધારણમાં એવો સુધારો કર્યો કે ૨૦૦૧ સુધી ૧૯૭૧ની વસતિ ગણતરીના આધારે જ બેઠકો વધશે.

Vijay Diwas / 1971નાં યુદ્ધની વ્યૂહરચના ઘડવૈયા આ 3 ભારતીય સૈન્યાધિકારીઓને …

જ્યારે કેન્દ્રમાં ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની એન.ડી.એ.ની સરકાર રચાઈ ત્યાર બાદ ૨૦૦૨માં ૧૯૭૭ના બંધારણ સુધારાની મર્યાદા મુદત વધારીને ૨૦૨૬ સુધી લઈ ગયા છે. બંધારણના આર્ટીકલ ૮૧ મુજબ કુલ ૫૫૦થી બેઠક સંખ્યા વધવી જાેઈએ નહિં. અને ૨૦૨૬ સુધી તો આજ પ્રથા રહેશે ટુંકમાં ૨૦૨૪ની ચૂંટણીમાં પણ ૫૪૩ સાંસદોની ચૂંટણી કરવી પડશે. જાે ૨૦૨૬માં આ બંધારણ સુધારાની મુદત પુરી થયા બાદ તેની મુદત લંબાવવાને લગતો કોઈ સુધારો ન થાય તો બેઠક વધશે અને ૨૦૨૪માં સત્તાપર આવેલી સરકાર ૨૦૨૫ કે ૨૦૨૬ પહેલા સુધારો કરે તો લોકસભામાં સંસદ સભ્યોની સંખ્યામાં અચુક વધારો થઈ શકે હવે જાે નવો સુધારો થાય તો ઘણા રાજયોની બેઠકો વધી શકે છે.

આ અંગેનો ઈતિહાસ તપાસીએ તો ૧૯૫૨માં રચાયેલા પંચ આ સંખ્યા નક્કી કરે છે અને ૧૦ વર્ષ બાદ તેમાં ફેરફાર થઈ શકે ૧૯૭૬ બાદ તેમાં આ સુધારો થયો હતો. અને આ બેઠક મર્યાદાનો સુધારો ૨૦૦૧માં આગળ વધ્યો હતો. આ બંધારણમાં થયેલો ૮૪મો સુધારો હતો. જો કે રાજ્યોની વિધાનસભાઓમાં પણ આજ રીતે વસતિના પ્રમાણમાં બેઠકોની વધઘટ થાય છે. જાેકે તેમાં પણ ટોચ મર્યાદા તો છે જ તેથી તો ગુજરાતમાં વિધાનસભા મત વિસ્તારોના નામ અને સીમાંકન બદલાયા છે પણ કુલ બેઠકોની સંખ્યા એજ રહી છે. જો કે અત્યારે વિશ્લેષકો અને રાજકીય પક્ષો પણ બેઠકોની સંખ્યા વધે તેવું ઈચ્છા વ્યક્ત કરતાં થયા છે ત્યારે આવતા વર્ષોમાં એટલે કે ૨૨૬ બાદ લોકસભામાં સભ્યોની સંખ્યા વધે તેવી પૂરેપૂરી શક્યતા છે હવે તે વખતની સરકાર જે તે વખતે કેવો માપદંડ અપનાવે છે તે જાેવાનું રહે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…