બજારમાં આજે જૂન એક્સપાયરી પર રેકોર્ડની Stock Market હેટ્રિક જોવા મળી છે. આજે સેન્સેક્સ, નિફ્ટી, નિફ્ટી બેન્ક ત્રણેય નવી સપાટીએ પહોંચ્યા છે. સેન્સેક્સ, નિફ્ટી પણ રેકોર્ડ હાઈ પર બંધ થયા છે. આજના કારોબારમાં મેટલ, ફાર્મા, ઈન્ફ્રા અને એનર્જી શેરોમાં જોરદાર તેજી જોવા મળી છે. PSE, ઓટો અને બેન્કિંગ શેરોમાં પણ ખરીદારી જોવા મળી રહી છે. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ વધારા સાથે બંધ થયા છે.
ભારતીય શેરબજારે આજે ઈતિહાસ રચ્યો છે. સેન્સેક્સ Stock Market પ્રથમ વખત 64,000 ને પાર કરી ગયો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પ્રથમ વખત 19,000 ની સપાટી વટાવી ગયો. BSE સેન્સેક્સમાં સવારથી જ જોરદાર તેજી જોવા મળી રહી છે. પરંતુ બપોરના વેપાર દરમિયાન રોકાણકારોની જોરદાર ખરીદીને કારણે તે 64,000ના આંકને વટાવીને 64,037ના સ્તરે પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટીએ 194 પોઈન્ટના વધારા સાથે 19,000ની ઐતિહાસિક સપાટી વટાવીને 19,011ની સપાટીએ પહોંચી ગયો હતો.
અદાણીને કારણે નિફ્ટી 19,000ને પાર
ટાટા મોટર્સ, ટાઇટન, એનટીપીસી અને લાર્સનના Stock Market શેર સેન્સેક્સને 64,000થી આગળ લઈ જવામાં મહત્ત્વપૂર્ણ રહ્યા છે. સેન્સેક્સના 30માંથી 29 શેરો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે નિફ્ટી ઈન્ડેક્સના 50 શેરોમાંથી 47 શેરો તેજી સાથે અને 3માં ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટીને 19,000 પાર કરવામાં અદાણી ગ્રુપના શેરનો સૌથી મોટો ફાળો રહ્યો છે. GQG પાર્ટનર્સના રોકાણને કારણે નિફ્ટીમાં સમાવિષ્ટ અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોર્ટ્સ 4.54 ટકા અને 3.42 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.
સ્ટોક્સ અને સેક્ટર
નિફ્ટી પર દિવસ માટે સૌથી વધુ ઉછાળો અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ઓટો અને ટાટા મોટર્સ હતા, જ્યારે એચડીએફસી લાઈફ, ટેક મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, એપોલો હોસ્પિટલ્સ અને એમએન્ડએમ ઘટ્યા હતા. મેટલ, પાવર, ફાર્મા અને કેપિટલ ગુડ્સ પ્રત્યેક 1 ટકાના વધારા સાથે તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા રંગમાં સમાપ્ત થયા હતા.
આ પણ વાંચોઃ Scam/ અમદાવાદમાં G-MET અને GRE એકઝામનું કૌભાંડ: આઠની ધરપકડ
આ પણ વાંચોઃ Uniform Civil Code/ PM મોદીના સમર્થનમાં આવી આમ આદમી પાર્ટી, UCCના સમર્થનમાં ખુલીને કહી આ વાત
આ પણ વાંચોઃ BandraVarsova Sealink/ મહારાષ્ટ્ર કેબિનેટનો મોટો નિર્ણયઃ બાંદ્રા-વર્સોવા સીલિંક બની વીર સાવરકર સેતુ
આ પણ વાંચોઃ છેતરપિંડી/ બેંકમાં જતા સુરતીઓ સાવધાન, પૈસા જમા કરાવવા ગયેલા લોકો સાથે થઇ આવી છેતરપિંડી
આ પણ વાંચોઃ Google Cuts Jobs/ Google ફરી કરવા જઈ રહ્યું છે છટણી, તાજેતરમાં 12 હજાર કર્મચારીઓને કર્યા હતા બહાર
